નવી દિલ્હી, તા.30
દુનિયાભરમાં ભારતીય અર્થતંત્રનો ડંકો વાગી રહ્યો છે અને સૌથી વધુ વિકાસદર હાંસલ થઇ રહ્યો છે જ્યારે વૈશ્ર્વિક એજન્સી મોર્ગન સ્ટેનલીએ પણ ભારતીય વિકાસદરના અનુમાનમાં વધારો જાહેર કર્યો છે.
એજન્સીએ રીપોર્ટમાં જણાવ્યું છે કે 2024માં ભારતનો આર્થિક વિકાસ દર 6.8 ટકા રહી શકે છે જ્યારે આગામી નાણાંકીય વર્ષ દરમ્યાન 6.5 ટકાના દરે વિકાસ પામે તેવી શક્યતા છે.
મોર્ગન સ્ટેનલીએ રીપોર્ટમાં એમ જણાવ્યું કે ફુગાવાની નીતિ સંતોષજનક છે. એપ્રિલમાં રીટેઇલ ફુગાવો 4.83 ટકા રહ્યો હતો જે છેલ્લા 11 મહિનાના સૌથી નીચલા સ્તરે હતો ફુગાવો રીઝર્વ બેંકના અંદાજ મુજબના સ્તરે છે છતાં આદર્શ સ્તર 4 ટકાનું હોય છે અને તેની સરખામણીએ સામાન્ય ઉંચો છે.
વિકસીત દેશો માટે પણ મોંઘવારી પડકારજનક બની રહી છે એવા સમયે ભારત માટે પરિસ્થિતિ ઘણી સારી છે અને મોંઘવારીને કાબુમાં રાખવા માટે ભારત ઘણા અંશે સફળ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વિકાસ મજબૂત હોવાથી ભારતને તેનો લાભ મળી રહ્યો છે. ભારતને વિકાસથી મોટી આવક મળશે અને ઘરેલું મુડી ખર્ચથી વિકાસને બળ મળશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy