રાજકોટ, તા. 13
મુંબઇ શેરબજારમાં તેજીનો દૌર સતત ચાલુ રહ્યો હોય તેમ આજે સેન્સેકસ તથા નિફટી ફરી વખત નવી ઉંચાઇએ પહોંચ્યા હતા. મોટા ભાગના હેવીવેઇટ શેરોમાં ઉછાળો નોંધાયો હતો.
શેરબજારમાં આજે માનસ તેજીનું બની રહ્યું હતું. અમેરિકાએ મોંઘવારીની ચિંતા દર્શાવીને વ્યાજદરમાં ઘટાડો કરવાનું ટાળ્યું હતું અને વ્યાજદર યથાવત રાખ્યા હોવા છતાં તેનો કોઇ વિપરીત પ્રત્યાઘાત પડયો ન હતો.
ગઇકાલે વિદેશી નાણા સંસ્થાઓએ પણ નેટ ખરીદી કરી હોવાના આંકડા જાહેર થતા તેની સારી અસર થઇ હતી. જાણીતા શેર બ્રોકરોના કહેવા પ્રમાણે નવી સરકારનું સામાન્ય બજેટ જુલાઇના અંતમાં રજુ થવાની સંભાવના છે.
આ સંજોગોમાં હવે કંપનીઓના પરિણામો અર્થતંત્રના આંકડા જેવા કારણોના આધારે માર્કેટમાં વધઘટ આવતી રહેવાની સંભાવના છે. મુંબઇ શેરબજારનો સેન્સેટીવ ઇન્ડેક્ષ ર44 પોઇન્ટના ઉછાળાથી 76851 હતો. જે ઉંચામાં 77145 તથા નીચામાં 76719 હતો.
નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 87 પોઇન્ટના ઉછાળાથી 23410 હતો જે ઉંચામાં 23481 તથા નીચામાં 23353 હતો. શ્રીરામ ફાયનાન્સ, ડીવીઝ લેબ, મહિન્દ્ર, એચડીએફસી બેંક, ટીસીએસ, ટાઇટન, અલ્ટ્રા ટેક સિમેન્ટ, ઇન્ડુસ ઇન બેંક, ઇન્ફોસીસ, લાર્સન, સ્ટેટ બેંક જેવા શેરોમાં ઉછાળો હતો. જયારે હિન્દ લીવર, એકસીસ બેંક, બ્રિટાનીયા, આઇસર મોટર્સ, ટાટા મોટર્સ, ભારતી એરટેલ, આઇસીઆઇસીઆઇ બેંક, એનટીપીસી, પાવર ગ્રીડમાં ઘટાડો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy