શેરબજારમાં તેજી: સેન્સેક્સ-નિફટી નવી ઉંચાઇ બનાવીને થોડા ઘટયા

Business | Rajkot | 04 July, 2024 | 04:49 PM
સાંજ સમાચાર

રાજકોટ, તા.4

મુંબઇ શેરબજારમાં આજે તેજીનો સિલસિલો યથાવત રહ્યો હતો. સેન્સેક્સ તથા નિફટી નવા સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા બાદ પાછા પડ્યા હતાં.

શેરબજારમાં આજે માનસ પોઝીટીવ જ હતું. નાણાં સંસ્થાઓની લેવાલી, બજેટનો આશાવાદ, દેશભરમાં ચોમાસાના વ્હેલા આગમન સહિતના કારણોથી માનસ સુધારાનું હતું.મુંબઇ શેરબજારનો સેન્સીટીવ ઇન્ડેક્સ 77 પોઇન્ટના સુધારાથી 80086 હતો તે ઉંચામાં 80392 તથા નીચામાં 79986 હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફટી 23 પોઇન્ટ વધીને 24310 હતો તે ઉંચામાં 24401 તથા નીચામાં 24281 હતો. એક્સીસ બેંક, ભારતી એરટેલ, એચસીએલ ટેકનો, આઇસીઆઇસીઆઇ બેંક, ઇન્ફોસીસ, કોટક બેંક, ટાટા મોટર્સ, ટીસીએસ ઉંચકાયા હતાં.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj