રાજકોટ,તા.31
મુંબઈ શેરબજારમાં આજે જબરી અફડાતફડી જોવા મળી હતી. સેન્સેકસ પ્રારંભીક 500 પોઈન્ટની તેજી બાદ પાછો પડયો હતો અને રેડઝોનમાં સરકયો હતો. અદાણી ગ્રુપના તમામ શેરોમાં 3થી14 ટકાનો ઉછાળો નોંધાયો હતો.
શેરબજારમાં આજે શરૂઆત ગેપ-અપ હતી. પોઝીટીવ ટોન હતો. હેવીવેઈટથી માંડીને રોકડા સુધીના શેરોમાં ઓલરાઉન્ડ લેવાલી હતી. આર્થિક આંકડા સારા આવવાનો આશાવાદ હતો. મંગળવારે લોકસભા ચુંટણી પરિણામો જાહેર થવાના છે તેમાં મોદી સરકારની જીત નિશ્ચિત ગણવામાં આવતી હોવાથી તેની પણ સારી અસર હતી.
વિદેશી નાણાંસંસ્થાઓની વેચવાલી ડીસ્કાઉન્ટ થઈ હતી. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે ચુંટણી પરિણામોની અટકળો આધારીત વધઘટ હતી. ઉંચા મથાળે નફારૂપી વેચવાલીથી પ્રારંભીક તેજી જળવાઈ શકી ન હતી. હવે કાલે અંતિમ તબકકાનું મતદાન પુર્ણ થવા સાથે એકઝીટ પોલ જાહેર થશે અને સોમવારે તેના આધારિત ઉથલપાથલ શકય છે.
શેરબજારમાં આજે અદાણી ગ્રુપના તમામ શેરોમાં જોરદાર ઉછાળો નોંધાયો હતો. એસીસી અદાણી એનર્જી, અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી પોર્ટ, અદાણી પાવર, અદાણી વિલ્મર, અદાણી ટોટલગેસમાં 3થી14 ટકાનો ઉછાળો હતો.
આ સિવાય લાર્સન, ટાટા સ્ટીલ, રિલાયન્સ, સ્ટેટ બેંક, ટીસીએસ, ટાઈટન, બજાજ ફાઈનાન્સ એચડીએફસી બેંક, ઈન્ફોસીસ, જેએસડબલ્યુ સ્ટીલ ઉંચકાયા હતા. મારૂતી, નેસલે, એનટીપીસી, ટાટામોટર્સ, એકસીસ બેંક, ભારતી એરટેલ, ડીવીઝ લેબ, હીરો મોટો, કોટક બેંકમાં ઘટાડો હતો.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 73883માં સ્થિર હતો તે ઉંચામાં 74478 તથા નીચામાં 73865 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 3 પોઈન્ટ વધીને 22491 હતો તે ઉંચામાં 22653 તથા નીચામાં 22465 હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy