જામનગર બેઠક ઉપર 85 વર્ષથી વધુની ઉપરના 352 વડીલો અને 120 દિવ્યાંગોનું ઘેર બેઠા મતદાન

Lok Sabha Election 2024 | Jamnagar | 06 May, 2024 | 03:38 PM
સાંજ સમાચાર

જામનગર તા.6

2024ની લોકસભાની ચુંટણીમાં ચુંટણી કરજ પરના જામનગર જિલ્લા બહારથી બદલી પામીને આવ્યા હોય તેવા કર્મચારીઓના વોટીંગ બાદ હાલારના બંને જિલ્લાઓમાં 85 વર્ષથી ઉપરની વયના 3પર વડીલો અને 120 દિવ્યાંગો મળીને કુલ પ72 લોકોએ ઘર બેઠા મતદાન કર્યું છે.

વિધાનસભા બેઠક મુજબ હોમ વોટીંગની વાત કરીએ તો 85 વર્ષથી મોટી ઉંમરના 101 વડીલોમાંથી 95 અને 29 દિવ્યાંગોમાંથી 28 મળી કુલ 130 મતદાતાઓમાંથી 123 લોકોએ, 77 જામનગર ગ્રામ્ય બેઠક ઉપર 66 વડીલોમાંથી 60 અને 22 દિવ્યાંગોમાંથી 21 મળીને કુલ - 88 મદતારોમાંથી 81 મતદારોએ, 78-જામનગર (ઉતર)ની બેઠક ઉપર 70 વડીલોમાંથી 9 વડીલોએ અને 14 દિવ્યાંગમાંથી 13 દિવ્યાંગ મળીને કુલ 84 મતદાનમાંથી 82 મતદારોએ, 79-શ્રમનગર (દક્ષિણ)ની બેઠક ઉપરથી 69 વડીલોમાંથી 68 વડીલોએ તેમજ 14 દિવ્યાંગોમાંથી 14 દિવ્યાંગોએ મળીને કુલ 83 મતદારોમાંથી 82 મતદારોએ તેમજ 80-જામજોધપુર બેઠક ઉપરથી 125 વડીલોમાંથી 119 વડીલોએ તેમજ 35 વડીલોમાંથી 33 વડીલોએ મળીને કુલ 160 મતદારોમાંથી 1પર મતદારોએ, 81-ખંભાળીયા અને દેવભુમિ બેઠક ઉપરથી 42 વડીલોમાંથી 41 વડીલોએ તેમજ 11 દિવ્યાંગોમાંથી 11 દિવ્યાંગોએ મળીને કુલ 53 મતદારોમાંથી પર મતદારોએ મતદાન કર્યુ હતું. એટલે કે, જામનગર જિલ્લામાં કુલ 431 વડીલોમાંથી 411 વડીલોએ અને 114 દિવ્યાંગોમાંથી 109 દિવ્યાંગોએ મતદાન કર્યુ હતું અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં 42 વડીલોમાંથી 41 વડીલોએ અને નોંધાયેલા 11 દિવ્યાંગોમાંથી 11-11 દિવ્યાંગોએ મતદાન કરીને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj