94 બગસરા-ધારી મતવિસ્તારમાં 46.8 ટકા મતદાન થયુ

Lok Sabha Election 2024 | Amreli | 08 May, 2024 | 02:05 PM
ધારાસભ્યની હાજરીમાં સ્વામી મંદિરના મહંતોએ મતદાન કર્યુ...
સાંજ સમાચાર

(સમીર વિરાણી) બગસરા તા.8
બગસરા પંથકમાં માં શાંતિ પુર્ણ રીતે મતદાન થયું હતું બગસરા પંથક માં આંગણવાડી વર્કરો દ્વારા વડીલો ને મતદાન મથક સુધી પહોંચાડી મતદાન કરાવ્યું હતું તેમજ બાલાપુર  ગામ માં 104 વર્ષ ના વૃદ્ધ નારણભાઈ સાવલિયા ને પણ આ આગણવડી વર્કર દ્વારા મતદાન મથકે પહોંચાડી મતદાન કરાવેલ હતું એ પણ ધોમ ધખતા તાપ માં મતદાન કરેલ હતુ અને લોકો એ મતદાન કરવા જાગૃતિ આપી હતી તેમજ મતદાન કરવા લાઇનો લગાવી હતી 

જ્યારે અમુક વિસ્તાર માં નિરાશ તો ક્યાંક લાઇનો જોવા મળી હતી જ્યારે બગસરા પંથક માં બગસરા ના સ્વામી મંદિર ના મહંતો એ ધારાસભ્ય ની હાજરી માં મતદાન કરેલ હતુ આ ઉપરાંત બગસરા ભાજપ અગ્રણી રશ્મિનભાઇ ડોડીયા તથા તેમના ધર્મ પત્ની કુસુમબેન ડોડીયા એ મતદાન કર્યું નગરપાલિકાના ઉપપ્રમુખ મતદાન કર્યું મતદાન આપડો અધિકાર સમજી ને લોકો ધોમ ધખતા તાપ ની પરવા કર્યા વગર મતદાન માટે દોડી ગયા હતા જ્યારે તંત્ર દ્વારા લોકો ને પીવાના પાણી ની વ્યવસ્થા કરવામાં આવી હતી આ મતદાન પર્વ માં 94 ધારી માં કુલ મતદારો ની સંખ્યા 222581 છે જ્યારે 94 ધારી માં હાલમાં 91329 સાંજે 5 કલાક સુધી નું મતદારો એ મતદાન કરેલ હતુ એટલે 94 બગસરા ધારી માં 46.8ટકા મતદાન થયેલ હતું. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj