રાજકોટ, તા 27
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ગત ખેલ મહાકુંભમાં બધિર મંડળના છ સભ્યોએ ઉજ્જવળ દેખાવ કરી બે સુવર્ણ અને એક રજત ચંદ્રક મેળવી સંસ્થાની યશકલગીમાં વધુ એક પીછું ઉમેર્યું છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ સંસ્થાના છ સભ્યોએ ખેલ મહાકુંભમાં ઝળહળતો દેખાવ કર્યો છે. જેમાં કમલેશ રાઠોડ (બરછી ફેંક-પ્રથમ), ધવલ બગડાઈ (ગોળી ફેંક-પ્રથમ), રાહુલ માણેક (ગોળી ફેંક-બીજા) અભિરાજસિંહ ગોહિલ (200 મીટર-બીજા), સંજય પટોરિયા (ચક્ર ફેંક-ત્રીજા), તેજલ સારિયા (બરછી ફેંક-ત્રીજા)ને સન્માનપત્રો પણ એનાયત કરાયા હતા.
રાજકોટ વીર એકેડમીના હોલમાં યોજાયેલ સમારોહમાં વિજેતાઓને બિરદાવતા સંસ્થાના આદ્યસ્થાપક તેમજ પ્રમુખ રાહુલ માણેક અને મંત્રી મહિપાલસિંહ ચુડાસમાએ મૂકબધિર યુવાનોએ આવી પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લઈ અન્ય બોલી, સાંભળી, જોઈ શકતા યુવાનો માટે આદર્શ સ્થાપી બહુમાન કરવામાં આવ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy