જુનાગઢ તા.6
જુનાગઢ સામાન્ય લોકસભા 2024 ચુંટણીને લઈને હાલ ધમધમાટ શરૂ થયો છે જે આજે સાંજે 5 વાગ્યે પડઘા શાંત થઈ જશે અને આજે સાંજના વિવિધ અધિકારીઓની ટીમ પોત પોતાને જયાં ફરજ સોંપવામાં આવી છે ત્યાં પહોંચી જશે તે પહેલા ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ, કર્મચારીઓ સહિતનાઓએ પોષ્ટલ બેલેટ થકી મતદાન કરવામાં આવેલ જેમાં કુલ 935 બેલેટ પોસ્ટલ પૈકીના 832 પોસ્ટલ મતદાન થવા પામ્યું છે.
જુનાગઢ તાલુકા સેવા સદન ખાતે બુથ તૈયારી કરી પરજ પર રોકાયેલા હોય તેમજ 85 લસ હેન્ડીકેપ કોવીડ-19 અને આવશ્યક સેવામાં રોકાયેલા કર્મીઓ પોલીસ જવાનો હોમગાર્ડોએ ગત તા.2-5 અને 3-5ના મત આપ્યો હતો. 935 પૈકીનાઓમાંથી 832 મતો પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું હતું. ગાઈડ લાઈન મુજબ પોસ્ટલ બેલેટનું સેટીંગ કરી ગાંધીનગર લઈ જવામાં આવ્યા છે. જયાં તમામ જીલ્લાના નોડલ ઓફીસર દ્વારા પોત પોતાની લોકસભા વાઈઝ પોસ્ટલ બેલેટ એક્ષચેન્જ કરવામાં આવનાર છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy