જુનાગઢ, તા.17
જૂનાગઢ વિધાનસભા મત વિસ્તારમાં 100 વર્ષથી વધુ વયના 87 મતદારો નોંધાયા છે. તેમજ આ સતાયુ મતદારોમાં સૌથી વધુ વયના 4 મહિલા મતદાર છે. જે તા.7 મે ના રોજ મતદાન કરી અન્ય નાગરિકો માટે પ્રેરણારૂપ બનશે.
આગામી લોકસભાની ચૂંટણીમાં જૂનાગઢ જિલ્લામાં કોઈ પણ મતદાર મતદાનની પવિત્ર ફરજથી વંચિત ન રહે માટે જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લામાં તા.7 મે ના રોજ મતદાન થનાર છે.
લોકસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં 86 જૂનાગઢ વિધાનસભા મત વિસ્તારના સૌથી વધુ વયના મતદારોની યાદી પણ તૈયાર કરવામાં આવી છે. 86 જૂનાગઢ વિધાનસભા મત વિસ્તારમાં સૌથી વધુ વયના એટલે કે 110 વયના ચાર મહિલા મતદાર છે.
આ ઉપરાંત 100 વર્ષથી વધુ વયના મતદારોને ઘરેથી મતદાન કરી શકે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ 100 થી વધુ વયના મતદાર જેનું નામ મતદાર યાદીમાં હતું. તેઓની હયાતી અંગેની ચકાસણી પણ બીએલઓ દ્વારા કરવામાં આવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy