દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જી.ટી. પંડ્યાના માર્ગદર્શનમાં લોકશાહીના મહાપર્વમાં મહત્તમ મતદાન થાય તે માટે અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. જે અન્વયે શનિવારે દ્વારકા નજીકના સુદર્શન સેતુ ખાતે મતદાન જાગૃતિ અર્થે દ્વારકા મામલતદાર સહિતની ઉપસ્થિતિમાં બાઈક રેલી યોજાઈ હતી. જેમાં મતદાન જાગૃતિ સાથે સાથે બાઈક ચાલકોએ હેલ્મેટ પહેરીને માર્ગ સલામતીનો સંદેશો પણ પાઠવ્યો હતો. ઉપરાંત મતદાનના અનેક સૂત્રો સાથે બાઇક ચલાવીને મતદાન જાગૃતિ અભિયાનમાં સહભાગી બની અને સો ટકા મતદાન કરશું અને મહત્તમ મતદાન કરવા માટે અન્ય નાગરિકોને પણ પ્રેરિત કરવાના સંકલ્પ લીધા હતા. બાઈક રેલીમાં દ્વારકા તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, ઓખા નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત બહોળી સંખ્યામાં શિક્ષકો, કર્મચારીઓ જોડાયા હતા.
(તસ્વીર : કુંજન રાડીયા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy