(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા 28
મોરબીના સામાકાંઠે વિસ્તારમાં નટરાજ ફાટક પાસે આવેલ દરબાર બોર્ડિંગ પાસેથી ગત તા. 25/6 ના સવારે પોણા સાત વાગ્યાના અરસામાં ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે તે ટ્રેનની હડફેટે છેદીભાઈ હરિવંશરાય પટેલ (46) રહે. સોમલી તાલુકો હાટા જીલ્લો કૂશીનગર વાળાને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું. જે બનાવની મૃતકના દીકરા ઘનશ્યામભાઈ છેદીભાઈ પટેલ જાતે કુર્મી (23) રહે. સોમલી તાલુકો કપ્તાનગંજ જીલ્લો કૂશીનગર યુપી વાળાએ મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
વરલી જુગાર
માળીયા તાલુકાના ખાખરેચી ગામે જુના બસ સ્ટેશન પાસે વરલી જુગારના આંકડા લેતા હાર્દિકભાઈ કાંતિભાઈ ઉર્ફે બાબુભાઈ અઘારા જાતે પટેલ (27) રહે. ખાખરેચી તાલુકો માળીયા મીયાણા વાળાની ધરપકડ કરી છે.
દારૂના સાથે પકડાયો
હળવદ તાલુકાના માણેકવાડા ગામથી ઓડ ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહેલ એક શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો. ત્યારે તેની પાસેથી દારૂના છ ચપલા મળી આવ્યા હતા જેથી પોલીસે 600 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી સવસીભાઇ પભાભાઇ કટોણા જાતે કોળી (20) રહે. માણેકવાડા ગામ તાલુકો હળવદ વાળાની ધરપકડ કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy