(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા 28
વાંકાનેર તાલુકાના મેસરીયા ગામના પાટીયા પાસેથી મહિલા સહિત બે વ્યક્તિઓ ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે કુલ સ્પીડમાં આવેલ ટ્રક ચાલકે એક વ્યક્તિને હડફેટે લેતા તેનું ગંભીર ઈજા થવાના કારણે મોત નીપજયું હતું જે બનાવમાં અકસ્માત સમયે ત્યાં હાજર રહેલ મહિલાની ફરિયાદ લઈને પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ પંચમહાલ જિલ્લાના ગોધરાના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાં સોમનાથ હોટલની સામે ખરાબમાં રહેતા ધનુબેન ભીખાભાઈ બારૈયા જાતે આદિવાસી (50) નામના આધેડ મહિલાએ અજાણ્યા ટ્રક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તે અને દિનેશભાઈ (37) બને ચાલીને મેસરિયા ગામના પાટીયા પાસેથી ભલગામ તરફ જવાના રસ્તા ઉપર રોડ ક્રોસ કરી રહ્યા હતા દરમિયાન વાંકાનેર બાજુથી ફૂલ સ્પીડમાં આવેલા ટ્રક ચાલકે દિનેશભાઈને અડફેટ લેતા તેને માથા, પગ અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતું. હાલમાં અકસ્માત મૃત્યુના આ બનાવમાં ઘટના સ્થળે હાજર રહેલા મહિલાની ફરિયાદ લઈને પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
અકસ્માતમાં ઇજા
મોરબીમાં જિલ્લા સેવાસદનની પાછળના ભાગમાં આવેલ ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતા ઉષાબેન ભુપતભાઈ વારણેસીયા જાતે પ્રજાપતિ એ ટ્રક નંબર જીજે 12 એયું 7033 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ બંધુનગર ગામની સીમમાં ચામુંડા હોટલ સામેથી હાઇવે રોડ ઉપરથી તેઓ તેના દીકરા ધ્રુવના બાઇક નંબર જીજે 36 કે 2506 માં બેસીને કારખાનેથી ઘરે આવતા હતા દરમિયાન ટ્રક ચાલકે તેઓના બાઈકને પાછળથી ઠોકર મારી હતી મૂકીને નાસી ગયો હતો. જેથી આ બનાવ સંદર્ભે હાલમાં મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy