આમિરખાને પાલિહિલમાં રૂા.9.75 કરોડનો ફલેટ ખરીદ્યો

India, Entertainment | 28 June, 2024 | 05:11 PM
સાંજ સમાચાર

મુંબઈ: 
આમિરખાને બાંદરામાં આવેલા પાલીહિલમાં 9.75 કરોડ રૂપિયાનો નવો એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. આ એપાર્ટમેન્ટ એકદમ તૈયાર છે અને કોઈપણ સમયે એમાં રહેવા જઈ શકાય છે. આ એપાર્ટમેન્ટનો કાર્પેટ એરિયા 1027 સ્કેવેર ફુટ છે. મંગળવારે આ ડીલ ફાઈનલ થઈ હતી. એ માટે આમિરે 58.5 લાખ રૂપિયા સ્ટેમ્પ-ડયુટી અને 30000 રજીસ્ટ્રેશન માટે ચૂકવ્યા છે.

આ સાથે જ આમીરની પાલીહિલમાં અન્ય પ્રોપર્ટી પણ છે. પાલીહિલના બેલા વિસ્ટા એપાર્ટમેન્ટમાં અને મરીના એપાર્ટમેન્ટસમાં પણ પ્રોપર્ટી છે. આ બન્ને પ્રોપર્ટી હાલમાં રીડેવલપમેન્ટમાં છે. આ સાથે જ આમિરનું બાંદરામાં 5000 સ્કવેર ફીટનું સી-ફેસીંગ ઘર પણ છે.

આ ઘર બે ફલોરનું છે, જેમાં ખૂબ જ મોટો ઓપન એરિયા પણ છે. 2013માં આમિરે પંચગનીમાં સાત કરોડ રૂપિયામાં બે એકરનું ફાર્મહાઉસ ખરીદ્યું હતું.
કેટલાક રિપોર્ટ મુજબ તેણે ઉત્તરપ્રદેશના હરદોઈ જિલ્લાના એક પ્રોજેકટમાં ખૂબ જ મોટું ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે. આ કમર્શિયલ ઈન્વેસ્ટમેન્ટ છે અને એમાં આમીરે 22 એપાર્ટમેન્ટ ખરીદ્યા હોવાની ચર્ચા છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj