અમીત શાહ અને મનસુખ માંડવીયા, પરસોતમ રૂપાલાની કામગીરીના વખાણ કર્યા

ત્રીજા તબકકાના મતદાન પહેલા PM મોદીએ કેન્દ્રીય મંત્રીઓને આભાર પત્ર લખ્યા

Saurashtra, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 30 April, 2024 | 05:45 PM
સાંજ સમાચાર

રાજકોટ, તા.30
ત્રીજા તબકકાના મતદાન પહેલા વડાપ્રધાન મોદીએ ચૂંટણી ઉમેદવારોનો ઉત્સાહ વધારવા અને તેઓની કામગીરીની સરાહના કરવા આભાર પત્રો કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદોને લખ્યો હતો. જેમાં પીએમ મોદીએ ભાજપ ઉમેદવારોના ભરપુર વખાણ કર્યા હતાં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અવાર-નવાર એવું કાર્ય કરતાં જોઇએ જેનાથી લોકોના ઉત્સાહમાં વધારો થાય છે. ત્યારે હાલ લોકસભા ચૂંટણીનું મતદાન શરુ થઇ ગયું છે અને બે તબકકાનું મતદાન પૂર્ણ પણ થઇ ગયું છે. આગામી ત્રીજા તબકકાના મતદાન પહેલા તેઓએ એવું કાર્ય કર્યું છે જેને જોઇ લોકો ચોંકી ઉઠ્યા છે અને ઉમેદવારોમાં નવો જોશ ઉમેરાયો છે.

આગામી ત્રીજા તબકકાનું મતદાન આસામ, ગોવા, મધ્ય પ્રદેશ, પ.બંગાળ, બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર, દમણ-દીવ, છત્તીસગઢ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, જમ્મુ કાશ્મીરમાં તા.7 મેના રોજ યોજાવા જઇ રહ્યું છે. ત્યારે 7મે પહેલા મોદીએ તમામ ઉમેદવારો અને મંત્રીઓને તેમના વખાણ કરતો પત્ર મોકલવામાં આવ્યો છે. ખાસ કરીને અમિત શાહ અને મનસુખ માંડવીયાનો પણ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. 

જેમાં તેઓએ ભાજપ અધ્યક્ષ અને ત્યારબાદ ગૃહમંત્રી તરીકે કરેલી કામગીરીની સરાહના કરવામાં આવી હતી. તેઓએ જણાવ્યું કે, 80ના દશકાથી સાથે કામ કરીએ છીએ. તમારી મહેનત અકબંધ છે. કાશ્મીરમાં દુર કરવામાં આવેલ કલમે ઇતિહાસ રચી દીધો. આમ પીએમ મોદીએ પત્ર દ્વારા પોતાના અને અમીત શાહના સંબંધોનું વર્ણન કર્યું હતું.

ત્યારબાદ  કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાના કોરોના કાળ દરમ્યાનની કામગીરીના વખાણ કર્યા હતા. તેમના આરોગ્ય મંત્રાલયે કરેલી કામગીરી અદ્ભૂત હતી. વિશ્ર્વભરમાંથી આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો.

અમીત શાહ, મનસુખ માંડવીયા અને સાથે પરસોતમ રૂપાલાના પણ વખાણ કર્યા હતા અને આગામી લોકસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવવા શુભકામનાઓ પાઠવી હતી. આમ વડાપ્રધાન મોદીએ ચૂંટણી પહેલા આભારપત્ર મોકલતા ઉમેદવારોમાં નવો જોશ ઉમેરાયો છે અને વડાપ્રધાનની આ કામગીરીની સરાહના ચોતરફ થઇ રહી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj