લોકશાહીના મહાપર્વમાં તમામ વર્ગો સહભાગી થયા, થર્ડ જેન્ડરના મતદારોએ પણ ઉત્સાહથી કર્યું મતદાન

Lok Sabha Election 2024 | Rajkot | 07 May, 2024 | 03:33 PM
સાંજ સમાચાર

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત આજે ત્રીજા તબક્કાના મતદાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં મતદાનની પ્રક્રિયા પુર જોશમાં ચાલી રહી છે. તમામ વર્ગનાં મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરવા આવી રહ્યું છે. થર્ડ જેન્ડર મતદાતા મહેમુદભાઈ ભટી(આરતી માસી) શ્રી એમ.પી.શાહ કોમર્સ કોલેજ ખાતે મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી બન્યા હતાં. 

મતદાનની પવિત્ર ફરજ અદા કરતા આરતી માસીએ ઉત્સાહભેર જણાવ્યું કે, મેં મતદાન કર્યું છે અને મારી ફરજ પૂર્ણ કરી છે. દરેક લોકોએ પોતાના બધા જ કામો પડતાં મૂકીને મતદાન કરવું જોઈએ. આપણા પ્રશ્નોની રજુઆત કરવા આપણા નેતા પસંદ કરવા આપણે મતદાન કરવું જ જોઈએ. માસીનો આ ઉત્સાહ જિલ્લાના બીજા મતદાતાઓ માટે પ્રેરણારુપ બન્યો હતો. 

અત્રે ઉલ્લેખનીય છે કે, 09-સુરેન્દ્રનગર સંસદીય મત વિસ્તારમાં કુલ 32 અન્ય મતદારો નોંધાયા છે. જેમાં 39-વિરમગામ વિધાનસભામાં 6, 59-ધંધુકા વિધાનસભામાં 2, 60-દસાડા વિધાનસભામાં 1, 61-લિંબડી વિધાનસભામાં 4, 62-વઢવાણ વિધાનસભામાં 6, 63-ચોટીલા વિધાનસભામાં 9, 64- ધ્રાંગધ્રા વિધાનસભામાં 4 એમ મળી કુલ 32 મતદારો છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj