મતદાનને પ્રોત્સાહન આપવા....

અમૂલની અનોખી પહેલ: મતદાન કરો’ને એક લીટર દૂધ સાથે વધુ 1 રૂપિયો મેળવો

Gujarat, Lok Sabha Election 2024 | Ahmedabad | 02 May, 2024 | 05:48 PM
અમૂલની પોતાની રજિસ્ટર્ડ પશુપાલકોને ઓફર
સાંજ સમાચાર

અમદાવાદ,તા.2
ગુજરાતમાં તા.7મી મેએ લોકસભા ચૂંટણીનું મતદાન થનાર છે. ત્યારે વોટીંગ ટકાવારી વધારવા માટે દૂધ ઉત્પાદક અમૂલે એક અનોખી પહેલ કરી છે. જે મુજબ પશુપાલકને દર લીટરે દૂધ પ્રોત્સાહનરૂપે એક રૂપિયાનું ઇન્સેન્ટીવ અપાશે.

અમૂલ લાખો પશુપાલકોને લોકસભા ચૂંટણી દરમ્યાન મતદાનને પ્રોત્સાહન આપવા માટે પ્રતિ એક લીટર દૂધે એક રૂપિયા પ્રોત્સાહન રૂપે આપશે. આ પ્રોત્સાહનના લાભ માટે સંસ્થાના બધા રજિસ્ટર્ડ પશુપાલકોએ મતદાન કર્યાની નિશાનીની શાહી લગાડેલી આંગળી દેખાડવી પડશે.

ઉલ્લેખનીય છે કે, જીસીએમએમએફ ગુજરાતના બધા મિલ્ક યુનિયનો અને તેના 18 સભ્યોના યુનિયનની સર્વોચ્ચ સંસ્થા છે. જેના રજિસ્ટર્ડ સભ્યો તરીકે 36 લાખ પશુપાલકો છે. જજેમાં મોટાભાગના મહિલા સભ્યો છે. જે રોજનું 3 કરોડ લીટર દુધ એકઠુ કરે છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj