રાજકોટ,તા.28
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પૂર્વ બોર્ડ મેમ્બર જયંતભાઈ ગડારાનો આજે જન્મદિવસ છે. તેઓ 58 વર્ષ પૂરા કરી 59માં વર્ષમાં મંગળ પ્રવેશ કરશે.
માસુમ વિધાલય હાયર સેક્ધડરીમાં શિક્ષક તરીકે 1993માં જોડાઈને રાજકોટ જિલ્લા ઉ.મા.શિક્ષક સંધમાં કારોબારી સભ્ય થી પ્રમુખ સુધી ની જવાબદારી, રાજકોટ જિલ્લા ઉ.મા.શિક્ષક સહકારી મંડળીમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ થી ચેરમેનની જવાબદારી, ગુજરાત રાજ્ય ઉ.મા.શિક્ષક સંધ મહામંડળ માં કારોબારી સભ્ય થી ઉપપ્રમુખની જવાબદારી અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ માં બોર્ડ મેમ્બર તરીકે કારોબારી સમિતી, પરીક્ષા સમિતિમાં ફરજ બજાવી શિક્ષણના પ્રશ્નોને હર હંમેશ વાચા આપવા પ્રયત્નશીલ રહેલ. આજે તેમના જન્મદિવસ પર શુભકામનાઓ મળી રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy