રાજકોટ,તા.6
આવતીકાલે રાજકોટ લોકસભા બેઠક પર મતદાન થનાર છે. આજે રાજકોટ શહેરમાં તમામ મથકો ઉપર મત કુટીર સાથે તમામ મતદાન મથકો તૈયાર થયા છે. ત્યારે રાજકોટ દક્ષિણમાં હેરિટેજ થીમ આધારિત મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે 70 રાજકોટ દક્ષિણમાં બુથ-162 મોડેલ મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે.જેમાં રાજકોટ દક્ષિણમાં બુથ નં.162 શ્રધ્ધા પ્રાથમિક શાળાનું મતદાન મથક હેરિટેજ થીમ આધારીત તૈયાર કરાયું છે.જેમાં રાણીકી વાવ (પીળા રેતીના પથ્થરોનું કામ, હવા મહેલ (લાસ સ્ટોન) લાક્ષણિક ઢબતી કાઠિયાવાડી કિલ્લોબંધી માટી કામ અરીસાઓનું હેન્ડવર્ક અજરખ પ્રિન્ટ અને કથપુતળી વર્કથી શણગારવામાં આવેલ છે. મોડલ મતદાન મથક મતદારો માટે આકર્ષકરૂપ બની રહેશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy