કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ પરિવાર સાથે વિંછીયા ક્ધયા શાળા ખાતે મતદાન કર્યુ

Lok Sabha Election 2024 | Jasdan | 07 May, 2024 | 01:13 PM
પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરાએ રાજકોટ ખાતે મતદાન કર્યુ
સાંજ સમાચાર

(ધર્મેશ કલ્યાણી)
જસદણ, તા. 7

જસદણ વિધાનસભા  વિસ્તારમાં લોકસભાની ચૂંટણી માટે કુલ 258 મતદાન મથક તથા એક પૂરક મતદાન મથક મળી કુલ 259  મતદાન મથક ઉપર શાંતિપૂર્ણ મતદાન શરૂ થયું છે.

જસદણનાં ડેપ્યુટી કલેક્ટર અને મદદનીશ ચૂંટણી અધિકારી ગ્રીષ્મા રાઠવાની સીધી જ દેખરેખ હેઠળ મતદાન શરૂ થયું છે. લોકસભાની ચૂંટણીમાં રાજકોટ બેઠક હેઠળ જસદણ વિધાનસભા મત વિસ્તારમાં કુલ 1,36,808 પુરુષ મતદારો તથા 1,26,027 સ્ત્રી  મતદારો મળીને કુલ 2,62,835 મતદારો નોંધાયેલા છે. કુલ 259 મતદાન મથક ઉપર ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં શાંતિપૂર્ણ મતદાન શરૂ થયું છે. જસદણમાં  કમળાપુર રોડ ઉપર મોડેલ સ્કૂલ ખાતે રીસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ વિછીયા ખાતે પરિવાર સાથે મતદાન કર્યું હતું.

જ્યારે પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરાએ રાજકોટ ખાતે પરિવાર સાથે મતદાન કર્યું હતું. રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી હરેશભાઈ હેરભાએ તેમના વતન જસદણ તાલુકાના કમળાપુર ગામે મતદાન કર્યું હતું. જસદણ રાજવી સત્યજીતકુમાર ખાચરે જસદણ ખાતે મતદાન કર્યું હતું. જસદણના પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલે બંધાળી ગામે મતદાન કર્યું હતું. 

લોકસભાની 2019ની ચૂંટણીમાં જસદણ વિધાનસભા વિસ્તારમાં 54.41 ટકા મતદાન નોંધાયું હતું. 2019 માં જસદણ શહેરમાંથી ભાજપને 6576 મતની લીડ અને જસદણ વિધાનસભા વિસ્તારમાં ભાજપને 2818 મતની લીડ મળી હતી. રાજકોટ જિલ્લામાં માત્ર બે તાલુકા પંચાયત જસદણ તાલુકા પંચાયત અને વિંછીયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું બોર્ડ છે ત્યારે હવે આ ચૂંટણીમાં જસદણ વિધાનસભા મત વિસ્તારમાં ક્યાં પક્ષની કેટલી લીડ નીકળે છે તેના તરફ સૌની નજર છે.
ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી અને જસદણ વિસ્તારના ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયાએ તેમના પુત્ર ડો. મનીષભાઇ બાવળીયા સાથે વિંછીયા ખાતે ક્ધયા શાળાના મતદાન મથક ખાતે મતદાન કર્યુ હતું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj