માધુપુર-જાંબુરમાં ધમાલ નૃત્ય સાથે લોકશાહી પર્વની ઉજવણી

Lok Sabha Election 2024 | Veraval | 08 May, 2024 | 10:49 AM
સાંજ સમાચાર

તાલાલા વિધાનસભા મતવિસ્તારમાં ‘વસુધૈવ કુટુંબકમ્’ની થીમ આધારિત માધુપુર-જાંબુર ગામ PVTG (Particularly Vulnerable Trible Group) એફ્રો-એશિયા સીદી સમાજના આદિવાસી લોકો વસવાટ કરે છે. જેની ભાતીગળ સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને માધુપુર-જાંબુર ગામમાં પારંપરિક સંસ્કૃતિ આધારિત મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે. જ્યાં આસોપાલવના તોરણો બાંધી મતદારોને આવકારવામાં આવી રહ્યાં છે. 

આ મતદાન મથકો પર એફ્રો-એશિયા સીદી સમાજના આદીવાસી લોકોના સાંસ્કૃતિક વારસાને અનુરૂપ પ્રાકૃતિક રંગોથી રંગોળી તેમજ ભીંત ચિત્રો ચિતરવામાં આવ્યાં છે. જંગલ થીમને ધ્યાને રાખી આસોપાલવ/આંબાના પાનથી તોરણ લગાવવામાં આવ્યાં છે. સીદી સમુદાયના સાંસ્કૃતિક વારસાને અનુરૂપ પોસ્ટર-બેનર્સ વગેરે પ્રદર્શિત કરાયાં છે. તદુપરાંત, ઢોલ-નગારા સાથે સીદી સમાજના પરંપરાગત ધમાલ નૃત્ય કરી મોટી સંખ્યામાં પારંપરિક પોશાક સાથે સીદી સમાજના મતદારો મતદાન કરવા આજે સવારે ઉમટી પડ્યાં હતાં. આ ઉપરાંત મતદાન મથક પર સ્ટાફ ટ્રાઇબલ કેપ પહેરીને ચૂંટણી ફરજ બજાવી હતી.

(તસ્વીર : દિનેશ જોષી-કોડીનાર)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj