ચૂંટણી નિરીક્ષકોને ફોન કરી સમય લઇ નાગરિકો મળી શકશે

Lok Sabha Election 2024 | Jamnagar | 24 April, 2024 | 03:29 PM
સાંજ સમાચાર

જામનગર તા.24

લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની જાહેરાત થતાં આદર્શ આચારસંહિતા અમલી છે. નિષ્પક્ષ, ન્યાયી અને મુક્ત રીતે ચૂંટણી પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીપંચના દિશાનિર્દેશ મુજબ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે 12-જામનગર સંસદીય મત વિસ્તાર માટે જનરલ ઑબ્ઝર્વરશ્રી તરીકે હસમત અલી યાતો (IAS), પોલીસ ઑબ્ઝર્વરશ્રી તરીકે ઉત્તપલ કુમાર નાસ્કર (IPS) અને ખર્ચ ઑબ્ઝર્વરશ્રી તરીકે અવિજિત મિશ્રા (IRS) ની નિમણુક કરવામાં આવી છે.

12- જામનગર સંસદીય મતવિસ્તારમાં ચૂંટણીને લગતી કોઈ પણ ફરિયાદ કે રજૂઆત માટે નાગરિકો તેમને રૂબરૂ મળી શકશે. અથવા જનરલ ઑબ્ઝર્વરશ્રી હસમત અલી યાતોના મોબાઈલ નં. 9023380341, પોલીસ ઑબ્ઝર્વરશ્રી ઉત્તપલ કુમાર નાસ્કરના મોબાઈલ નં. 8799136044 અને ખર્ચ ઑબ્ઝર્વરશ્રી અવિજિત મિશ્રાના  મોબાઈલ નં. 8160916519 ઉ5ર સંપર્ક કરી શકાશે. તેઓ  લાલ બંગલો સર્કલ, જામનગર સર્કિટ હાઉસ ખાતેના રૂમ નંબર અનુક્રમે 2,3 અને 6 પર નાગરિકોને રૂબરૂ મળી શકશે. જનરલ ઓબ્ઝર્વરશ્રી અને પોલીસ ઓબ્ઝર્વરશ્રીને સવારે 10 થી 11 અને ખર્ચ ઓબ્ઝર્વરશ્રીને સાંજે 4 થી 5 ના સમય દરમિયાન સર્કિટ હાઉસ ખાતે લોકો ફોન ઉપર મંજુરી મેળવ્યા બાદ રૂબરૂ મળી શકશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj