લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં ધોરાજીના નગરજનોનો બેવડો ઉત્સાહ: સવારથી કતારો લાગી

Lok Sabha Election 2024 | Dhoraji | 07 May, 2024 | 01:18 PM
પત્રકારોએ પણ સહપરિવાર સાથે મતાધિકારની પવિત્ર ફરજ બજાવી
સાંજ સમાચાર

(ધર્મેન્દ્ર બાબરીયા/સાગર સોલંકી)
ધોરાજી તા.7

 ભારતીય લોકતંત્રનું મહાપર્વ એટલે કે લોકસભાની ચૂંટણી આ વખતે ભારે ગરમી વચ્ચે યોજાઈ રહી છે. જેમાં ગુજરાતની 25 બેઠકો પર મતદાનની સાથે સાથે પોરબંદર મત વિસ્તારના ધોરાજીમાં આજે વહેલી સવારથી મતદારો મતદાન કરવા કતારો લગાવી હતી અને પોતાના મતાધીકારનો ઉપયોગ કર્યો હતો.
 જયારે પોરબંદર મત વિસ્તારના 9,12,077 પુરૂષ અને 8,56,110 સ્ત્રીઓ મળી કુલ 17,68,212 મતદારો મતદાન કરશે અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ વસોયાના ભાવી નકકી થશે.

મતદાન મથકોમાં વેબ કાસ્ટિંગની સુવિધાઓ અમુક મતદાન મથકોમાં રખાશે અને મતદાન મથકોમાં સુરક્ષા માટે પેરા મિલ્ટ્રી ફોર્સ સીઆરપીએફ, એસઆરપી, સ્થાનિક પોલીસ, હોમગાર્ડ, જીઆરડી સહિતના જવાનોનો બંદોબસ્ત ગોઠવેલ છે.
 

હીટવેવને લઈને ચુંટણી પંચ દ્વારા મતદાન મથકોએ પુરતો છાંયડો થાય તેવા શેડ, પીવાનું શુધ્ધ પાણી, બેસવા માટે ખુરશીઓ તેમજ શીશુ સંભાળ કેન્દ્ર સાથે આરોગ્યની ટીમો ખડે પગે રાખવામાં આવી છે અને મેડીકલ ટીમ સાથે મેડીકલ કીટો પણ રાખવામાં આવેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj