જસદણમાં ડીએસ.વીકે હાઈસ્કૂલમાં આદર્શ મતદાન મથકમાં મતદારોને રોપાનું વિતરણ

Lok Sabha Election 2024 | Jasdan | 07 May, 2024 | 12:30 PM
સાંજ સમાચાર

જસદણમાં ડીએસવીકે હાઈસ્કૂલ ખાતેના આદર્શ મતદાન મથકમાં પર્યાવરણ જાગૃતિના સંદેશાની થીમ રાખવામાં આવી છે. લોકસભાની રાજકોટ બેઠકની ચૂંટણી અંતર્ગત 72- જસદણ વિધાનસભા વિસ્તારમાં ડીએસવીકે હાઈસ્કૂલના બિલ્ડિંગમાં મતદાન મથક નંબર 119 ખાતે મોડેલ બુથ ગોઠવવામાં આવ્યું હતું. જસદણ - 2 નામના આ મતદાન મથકમાં  426 પુરુષ મતદારો,  406 સ્ત્રી મતદારો મળીને કુલ  832 મતદારો નોંધાયેલા છે. 

આ મતદાન મથક ખાતે પર્યાવરણ જાગૃતિ સંબંધિત સ્લોગોનો તથા ફૂલછોડના કુંડા ગોઠવવામાં આવ્યા છે. આદર્શ મતદાન મથકમાં મત દેવા આવતા મતદારોને મતદાન કર્યા બાદ તંત્ર તરફથી ઔષધીય વૃક્ષોના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચૂંટણી અધિકારી ગ્રીષ્મા રાઠવા, નગરપાલિકાના ચીફ ઓફિસર રાજુભાઈ શેખ, નગરપાલિકાના એન્જિનિયર એસ. બી. રાવલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. મતદાન કર્યા બાદ છોડનો રોપાને સ્વીકારીતા અગ્રણી વેપારી હિતેશભાઈ ધારૈયાએ જણાવ્યું હતું કે આ ક્ધસેપ્ટ પર્યાવરણ જાગૃતિ માટે ખૂબ જ જરૂરી છે તેમણે ચૂંટણી તંત્રની આ કામગીરીને બિરદાવી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj