મતદાન પ્રક્રિયા માટે ચૂંટણી ઓર્બ્ઝવર

Lok Sabha Election 2024 | Jamnagar | 06 May, 2024 | 03:49 PM
સાંજ સમાચાર

જામનગર તા.6
જામનગર લોકસભાની 2024 સામાન્ય ચૂંટણીમાં મતદાન અંગેની માહિતી આપતા જિલ્લા કલેકટર ભાવિન પંડ્યાએ જણાવ્યું હતું કે લોકસભાની બેઠકમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદારો મતદાન કરી શકે તે માટે કુલ 1881 મતદાન મથકો ઉપર કુલ 7781 સ્ટાફ  ફરજ બજાવશે. આ ઉપરાંત  ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય મતદાન ઉપર ખાસ માઈક્રો ઓબ્ઝર્વર કુલ 117  ની નિમણૂક કરવામાં આવી છે. જેમાં જામનગર જિલ્લા  63 માઇક્રો ઓર્બઝર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે 54  માઇકો ઓર્બઝર ને ફરજ સોંપવામાં આવી  છે. 

જામનગર જિલ્લામાં લોકસભાની ચૂંટણી માટે થઈને જામનગર લોકસભાના મતદાન માટે કુલ પ્રિસાઈટીંગ અધિકારી તરીકે 2058 તેમજ ફર્સ્ટ પોલીગ અધિારી કુલ 2079 અને પોલીંગ અધિકારી તરીકે 634 ની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે મહિલા પોલીંગ અધિકારી તરીકે જિલ્લામાં કુલ 2947 ને ફરજ સોંપવામાં આવી છે.

આમ જામનગર જિલ્લાની વાત કરીએ તો જામનગર જિલ્લામાં પ્રિસાઇડીંગ અધિકારી તરીકે 1418, ફર્સ્ટ પોલીંગ અધિકારી તરીકે 1418 જ્યારે પોલીંગ અધિકારી તરીકે 354 અને 1 પીઓમાં અને મહિલા પોલીંગ અધિકારી તરીકે 1933 કર્મચારીઓને નિમણૂકતા આદેશ કરવામાં આવી છે.

જ્યારે દ્વારકા જિલ્લામાં તે પ્રિસાઇડીંગ અધિકારી તરીકે 640, ફર્સ્ટ પોલીગ અધિકારી તરીકે 661 જ્યારે પોલીંગ અધિકારી તરીકે 280 અને મહિલા પોલીંગ અધિકારી તરીકે 1,014 ની નિમણૂક કરવામાં આવી છે. આમ જામનગર જિલ્લાની અંદર જે મતદાન મથકો આવેલા છે જેમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં અને ચુસ્ત બંદોબસ્ત હેઠળ મતદાન થાય અને મતદાનમાં કોઇપણ પ્રકારની ક્ષતિ કે ગેરરીતિ ન થાય તે માટેની ચૂંટણીપંચની સુચના મુજબ માઇક્રો ઓબ્ઝર્વરની પણ નિમણૂક કરવામાં આવી છે. જેમાં વિધાનસભા વાઈઝ માઈક્રો ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં કાલાવડ વિધાનસભા માટે 10, જામનગર ગ્રામ્ય વિધાનસભા માટે 10, જામનગર ઉત્તર માટે 15, જામનગર દક્ષિણ માટે 13 અને જામજોધપુર માટે 15 ની નિમણૂક કરવામાં આવી છે. આમ જામનગર જિલ્લામાં કુલ 63 માર્ક્સ માઈક્રો ઓબ્ઝર્વક અને નિમણૂક કરવામાં આવી છે.

જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા એકાદ વિધાનસભા માટે 14 માઇક્રો ઓબ્ઝર્વર હોય અને દ્વારકા માટે 40 માઇક્રો ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી છે આમ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 54 માઇક્રો ઓબ્ઝર્વરને ફરજ સોપવામાં આવી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj