રાજ્યમાં ત્રણ દિવસ સુધી સરકારી શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવનું આયોજન કરેલ છે. ત્યારે મોરબીના ગઇકાલે તા.27 ના રોજ અમરનગર, રોટરીગ્રામ (અ.), શકિતનગર ગામે ત્રણેય શાળાના સંયુક્ત કાર્યક્રમમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, અધિક સચિવ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના એચ.કે. વઢવાણીયા અને પાણી પુરવઠા વિભાગના દાણીદારીયા, બંને ગ્રામપંચાયત અમરનગર, શકિતનગરના સરપંચ, જખઈ સમિતિની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામલોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.
અને આંગણવાડી, બાલવાટિકા તેમજ ધો. 1 માં 51 બાળકોને ઉત્સાહભેર પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ તકે વેન્ટો ગ્રુપના સંજયભાઈ કોટડીયા તેમજ સ્વર્ગસ્થ સુંદરજીભાઈ ભુરાભાઈ પાડલીયાના સ્મરણાર્થે પુત્ર નરેન્દ્રભાઇ અને પુત્રવધુ અલ્કાબેન તરફથી રોટરીગ્રામ (અ.) પ્રા. શાળાના 70 બાળકોને યુનિફોર્મ આપવામાં આવેલ છે જેથી દાતાનુ અધિકારી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
(તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy