ભાજપ ઉમેદવાર પૂનમબેન માડમને હાલારનું સમર્થન

Saurashtra, Politics, Lok Sabha Election 2024 | Jamnagar | 01 May, 2024 | 02:56 PM
સમગ્ર જામનગર લોકસભા મતવિસ્તારમાંથી મળતો ઉત્સાહભેર પ્રતિસાદ: બેરાજા ગામે સાંસદ પૂનમબેનનું સન્માન કરી આગેવાનોએ આપ્યા જીતના આશિર્વાદ: લોકોના દિલ સુધી પહોંચ્યાનો અહેસાસ
સાંજ સમાચાર

જામનગર તા.1

  જામનગર લોકસભા બેઠક ઉપર ચૂંટણી પ્રચાર હવે ચરમસીમ તરફ જઇ રહ્યો છે ત્યારે છેલ્લી બે ટર્મથી ચૂંટાઇને સાંસદ તરીકે સમગ્ર હાલારના પ્રશ્ર્નોને વાંચા આપવા ઉપરાંત અસંખ્ય વિકાસ કામોની ભેટ આપનાર સાંસદ પૂનમબેન માડમને સમગ્ર જામનગર લોકસભા મત વિસ્તારમાંથી પ્રચંડ જનસમર્થન સાંપડી રહ્યું છે. બેરાજા ગામે યોજાયેલ જાહેરસભામાં ગામના વડીલોએ પૂનમબેનને ભવ્ય જીત  થાય તે માટે આર્શીવાદ આપ્યા હતા.

બેરાજા ગામ ખાતે 12 લોકસભાના ઉમેદવાર તથા સાંસદ પૂનમબેન માડમની સભા યોજવામાં આવી હતી.  સાંસદ તથા 12 લોકસભાના ઉમેદવાર શ્રી પૂનમબેન માડમએ બેરાજા ગામ ખાતે ચાર બારા જિલ્લા પંચાયત સીટના આગેવાનો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ગ્રામજનો સાથે મુલાકાત કરી હતી. આ તબ્બકે શ્રી પૂનમબેન માડમએ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અંતર્ગતની કેન્દ્ર સરકાર દ્વારા જીવનને સરળ બનાવવામાં સહાયરૂપ થનારી અનેકવિધ યોજનાઓની વિસ્તૃતપણે  ચર્ચા કરી હતી. દેશના વિકાસ માટે અને દુનિયામાં ભારત વિશ્વ ગુરૂ તરીકે ઉભરી આવે તે માટે મોદી સરકારના હાથ મજબુત કરવા ફરી એકવાર જંગી બહુમતીથી જીત અપાવવા હાકલ કરી હતી. તેઓ એ ભારત દેશની તથા 12 લોકસભા સીટની હેટ્રિક વિજય માં જંગી મતદાન કરી સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.

આ તબ્બકે 12 લોકસભાના સાંસદ પૂનમબેન માડમ, કેબિનેટમંત્રી મુળુભાઈ બેરા, દેવભૂમિ જિલ્લા ભાજપ પ્રમુખ મયુર ગઢવી, વિસ્તારક નટવરભાઈ પટેલ સહીત ભારતીય જનતા પાર્ટીના હોદેદારો, પદાધિકારીઓ, ગ્રામજનો, અગ્રણીઓ, સામાજિક સંસ્થાના પ્રમુખો વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj