જસદણમાં મતદારોને પ્રેરિત કરવા માટે ગ્રીન થીમ ઉપર આદર્શ મતદાન મથક

Lok Sabha Election 2024 | Jasdan | 07 May, 2024 | 11:56 AM
સાંજ સમાચાર

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. 7 
લોકસભાની ચૂંટણીમાં જસદણ વિધાનસભા વિસ્તારમાં ડીએસવીકે હાઈસ્કૂલના બિલ્ડિંગમાં મતદાન મથક નંબર 119 ખાતે આદર્શ મતદાન મથક ગોઠવવામાં આવ્યું છે. જસદણમાં આવેલ ડી.એસ.વી.કે. હાઈસ્કૂલ ખાતે મતદારોને આકર્ષવા માટે આદર્શ મતદાન મથક સુશોભન સાથે ઉભું કરવામાં આવ્યું છે. 

આ આદર્શ મતદાન મથકની ખાસિયત એ છે કે, આ મથદાન મથકને હરિયાળીથી સુશોભન કરવામાં આવ્યું છે. આ મતદાન મથકમાં જસદણની આગવી ઓળખ ધરાવતા ખેત ઓજારો જેવા કે થ્રેસર, દાતી, ઓરણી, ટ્રેઈલર, શીંગફોલ મશીન જેવા ખેત ઓજાર ઉદ્યોગ અને ગુજરાતનું એકમાત્ર પ્રકૃતિશિક્ષણ અભયારણ્ય હિંગોળગઢ જેની થીમ પણ અહી રજુ કરવામાં આવી છે.

સાથોસાથ જસદણના હેન્ડીક્રાફટ ઉદ્યોગની થીમ પણ મુકવામાં આવી છે. 

જસદણ પાલિકાના ચીફ ઓફિસર રાજુભાઈ શેખના માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્ટાફ દ્વારા આ આદર્શ મતદાન મથક બુથ ઉભું કરવામાં આવ્યું છે. આ બુથમાં આસોપાલવના તોરણ, ફૂલથી રંગોળી, કેળના અને નારીયેરીના પાનનો ઉપયોગ કરી સમગ્ર મતદાન મથકને સુશોભિત કરવામાં આવેલ છે. આ મતદાન મથક પર મતદારોને પીવાના પાણી માટે માટીના વાસણ(નાદ)ની ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. 

આ મતદાન મથકના બુથને વિવિધ પ્રકારના ફૂલ અને આસોપાલવના પાનથી સુશોભિત કરવામાં આવ્યું છે. જસદણ ચૂંટણી પંચે આ પ્રકારનો પ્રથમ પ્રયોગ મતદારોને પ્રેરિત કરવા માટે કર્યો છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj