ભારતીય મહિલાએ દુબઇની લક્ઝરી પામ એટલાન્ટિસ હોટેલની બાલ્કનીમાં કપડાં સુકવ્યા : ઈન્ટરનેટ પર જબરી કૉમેન્ટ મળી, ખુદ હોટેલ પણ જોડાયું

India, World | 28 June, 2024 | 03:26 PM
હોટેલે કહ્યું કે, 'માતાજી, બાથરૂમ ની અંદર વાયર આપીએ છીએ, ત્યાં કપડાં સુકવશો', તો અન્ય એક યુઝરે લખ્યું કે, દુબઈમાં કપડાં જાહેરમાં બાલ્કનીમાં સૂકવવા ગેરકાયદેસર છે અને આ સાથે નિયમ પણ મૂક્યો
સાંજ સમાચાર

દુબઈ : હાલમાં એક ભારતીય પરિવાર દુબઇની લક્ઝરી ફાઈવ સ્ટાર હોટેલમાં રોકાયા હતા. દક્ષિણનું વેંકટેશ પરિવાર જે રૂમમાં રોકાયા હતા તેની બાલ્કનીમાં કપડાં સુકવ્યા હતા. માતા કપડાં સૂકવે છે તેવો વિડિયો તેની પુત્રીએ સોશ્યલ મીડીયા પર પોસ્ટ કર્યો અને લખ્યું "મારી માતા, તેમની ફરજ નિભાવે છે" અને સાથે સ્માઇલી પોસ્ટ કર્યું.

આ વીડિયો પોસ્ટ કર્યો ત્યારે તેમને ખબર નહિ હોય કે આ કેટલો વાયરલ થશે. આ વીડિયો 11 લાખ લોકોએ જોયો અને અજીબો ગરીબ કૉમેન્ટ કરી હતી. કૉમેન્ટ કરવામાં હોટેલમાં જોડાયું હતું.

હોટલે લખ્યું કે, માતાજી અમારી હોટલમાં બાથરૂમ અંદર ભીના કપડાં સૂકવવા માટે સુવિધા અપાઈ છે. બાથરૂમમાં એક દોરી હોય છે જેના પર કપડાં સૂકવી શકો.

In line with #DubaiMunicipality’s keenness to raise the community’s awareness of the requirements and standards for a sustainable environment, it urges all UAE residents to avoid distorting the city’s general aesthetic and civilised appearance. pic.twitter.com/PmQRs7iJL8

— بلدية دبي | Dubai Municipality (@DMunicipality) December 27, 2021


તો અન્ય એક યૂઝરે લખ્યું કે, દુબઈમાં જાહેરમાં આ રીતે બાલ્કનીમાં કપડાં સૂકવવા ગેરકાયદેસર છે અને દંડ પણ થઈ શકે છે. દુબઈમાં મહાનગરપાલિકાએ નિયમ બહાર પાડ્યો છે કે કોઈપણ વ્યક્તિ બાલ્કનીમાં કપડાં ન સૂકવી શકે, બાલ્કની બહાર સિગારેટ ફેંકી ન શકે, બાલ્કની બહાર કચરો ફેંકી ન શકે, પક્ષીઓને ખવડાવી શકે નહિ, સેટેલાઇટ ટીવી કેબલ માટેની ડીશ ઇન્સ્ટોલ ન થાય, એ.સીના વોટર પાઇપ અથવા પાણી નીચે પડે તેવી વ્યવસ્થા ન મૂકી શકાય.

આ નિયમોનો ભાગ થાય તો મોટો દંડ લાગી શકે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj