જુનાગઢની હોટલ-ગેસ્ટ હાઉસોમાં એસઓજીનુ સઘન ચેકીંગ

Lok Sabha Election 2024 | Junagadh | 06 May, 2024 | 02:52 PM
સાંજ સમાચાર

જુનાગઢ તા.6
લોકસભા સામાન્ય ચૂંટણી-2024 ચૂંટણીપંચની ગાઈડલાઈન મુજબ મતદાનના 48 કલાક પહેલા કરવાની થતી કામગીરી અંગેનું જાહેરનામું અમલમાં હોય જે અનુસંધાને એસઓજીની અલગ અલગ ટીમો બનાવી જુનાગઢ શહેરમાં આવેલ વિવિધ હોટેલ/ગેસ્ટહાઉસ/ધાબા વિગેરેનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતુ. જેમાં કોઈપણ વ્યક્તિઓને હોટલ/ગેસ્ટહાઉસ/રીસોર્ટ વિગેરેમાં રૂમ ભાડેથી આપે ત્યારે તેની એન્ટ્રી 24 કલાકમાં પોલીસ દ્વારા તૈયાર કરેલ ઓનલાઈન વેબ પોર્ટલ https://pathik.guru/ માં કરવાની હોય છે .

જે બાબતે પથીક વેબપોર્ટલ ઉપર કરવામાં આવેલ ઓનલાઈન એન્ટ્રીઓનું ચેકીંગ કરવામાં આવેલ તથા રજીસ્ટરો ચેક કરવામાં આવેલ હતા તેમજ હોટલ/ગેસ્ટ હાઉસમાં અન્ય વિધાનસભા મત વિસ્તારના કોઈ રાજકીય વ્યક્તિઓ રોકાયેલ છે કે કેમ? તે અંગેનું ચેકીંગ કરવામાં આવેલ હતું તેમજ એસઓજીની ટીમ દ્વારા હોટેલ/ગેસ્ટહાઉસ/રીસોર્ટ/ધાબા વિગેરેની અંદર તેમજ બહારના ભાગે સઘન ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj