જસદણ શહેરમાં સરેરાશ 56.37 ટકા મતદાન નોંધાયું

Lok Sabha Election 2024 | Jasdan | 08 May, 2024 | 12:23 PM
લોહિયાનગરમાં સૌથી વધુ તથા મણિનગરમાં સૌથી ઓછું મતદાન
સાંજ સમાચાર

(ધર્મેશ કલ્યાણી)
જસદણ તા.8

લોકસભાની ચૂંટણીમાં જસદણ વિધાનસભા મત વિસ્તારમાં 55.69 ટકા મતદાન નોંધાયું છે જ્યારે જસદણ શહેરમાં  56.37 ટકા મતદાન નોંધાયું છે. 
જસદણ શહેરના તમામ બુથના મળીને કુલ 19364 પુરુષ તથા 18344 સ્ત્રી મતદારો મળીને કુલ 37708 મતદારોમાંથી 12070પુરુષ મતદારો તથા 9213 સ્ત્રી મતદારો મળીને કુલ 21283 મતદારોએ મતદાન કર્યું હતું. આમ જસદણ શહેરનું સરેરાશ મતદાન 56.37 ટકા નોંધાયું હતું. 

મતદાન મથક નંબર 132 જસદણ - 15 નામના લોહિયાનગર પ્રાથમિક શાળા રૂમ નંબર 2 ના મતદાન મથકમાં જસદણ શહેરનું સૌથી વધુ મતદાન 62.70 ટકા મતદાન નોંધાયું હતું. આ મતદાન મથકમાં લોહિયાનગર વિસ્તારના મતદારોનું મતદાન છે. જ્યાં 451 પુરુષ, 439 સ્ત્રી મળીને કુલ 890 મતદારોમાંથી 295 પુરુષ, 263 સ્ત્રી મળીને કુલ 558 મતદારોએ મતદાન કર્યું હતું. 

જ્યારે સૌથી ઓછું મતદાન મતદાન મથક નંબર 129 જસદણ 12 નામના ક્ધયાતાલુકા શાળાના મતદાન મથકમાં નોંધાયું હતું.  આ મતદાન મથકમાં ગઢડીયા રોડ,  સૂર્યવંશના સોસાયટી,  ગાંડીવાડી વિસ્તાર, મણિનગર વિસ્તાર, વેણીલાલ સ્કૂલ આસપાસના વિસ્તારના મતદારોનું મતદાન છે.

જ્યાં 580 પુરૂષ મતદારો,  530 સ્ત્રી મતદારો મળી કુલ 1110 મતદારોમાંથી 287 પુરુષ મતદારો, 156 સ્ત્રી મતદારો મળીને કુલ 443 મતદારોએ મતદાન કર્યું હતું આમ આ બૂથમાં  સૌથી ઓછું મતદાન 39.12 ટકા લોહિયા નગરના મતદાન મથકમાં નોંધાયું હતું. 2019 માં જસદણ શહેરમાંથી ભાજપને 6576 મતની લીડ મળી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj