મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે છ વખત ચૂંટણી લડ્યા હતા પરંતુ કમનસીબે એક પણ વખત વિજય પતાકા લહેરાવી શક્યા ન હતા તે જયંતીભાઈ પટેલે થોડા મહિના પહેલા ભાજપમાં પ્રવેશ કર્યો ત્યારબાદ યોજાઈ રહેલ લોકસભાની ચૂંટણીમાં તેઓએ મોરબીમાં રવાપર રોડ પાસે આવેલ બોયઝ હાઈસ્કૂલ ખાતે તેઓના પત્ની સાથે જઈને મતદાન કર્યું હતું અને છેલ્લા 30 વર્ષથી તેઓને ધારાસભા ની કોંગ્રેસ તરફથી ચૂંટણી લડવા માટે ટિકિટ આપવામાં આવતી હોય તેવો તથા તેના પરિવારજનો દ્વારા કોંગ્રેસ તરફી મતદાન કરવામાં આવતું હતું .
પરંતુ 30 વર્ષ બાદ પ્રથમ વખત તેઓએ આ વખતની લોકસભાની ચૂંટણીમાં ભાજપ તરફે મતદાન કર્યું છે અને તેઓના સમર્થક, ટેકેદારો અને સંબંધીઓને પણ ભાજપ તરફથી મતદાન કરવા માટે થઈને તેમણે અપીલ કરી છે.
(તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy