પોર્ન સ્ટાર મામલે દોષિત ટ્રમ્પને જજની ચેતવણી : આદેશનો ભંગ કરશો તો જેલ મોકલશું

World | 01 May, 2024 | 09:54 AM
પોર્નસ્ટાર સાથેના સંબંધોને લઈને છુપી રીતે ધન દઈ કેટલાક સાક્ષીઓને નિવેદન આપતા ટ્રમ્પે રોકયા હતા
સાંજ સમાચાર

વોશિંગ્ટન (અમેરિકા) તા.1

અમેરિકાના પુર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોર્ટની અવગણનાના કેસમાં દોષી જાહેર થયા છે તેના પર અનેક ડોલરનો દંડ લાગ્યો છે. સાથે સાથે કોર્ટે તેમને જેલમાં મોકલવાની પણ ચેતવણી આપી છે.

અહેવાલો મુજબ ન્યાયાધીશ ગુપ્ત રીતે ધન આપવાના કેસમાં પ્રતિબંધ આદેશના ઉલ્લંઘન માટે ટ્રમ્પને કોર્ટની અવગણનાને દોષી ઠેરવી અને તેના પર 9000 ડોલર (7.5 લાખ રૂપિયા)નો દંડ ફટકાર્યો છે.

ન્યાયાધીશે ટ્રમ્પને ચેતવણી આપી હતી કે જો તે ગુપ્ત રીતે ધન આપવાના કેસમાં પ્રતિબંધ આદેશનો ભંગ કરવો ચાલુ રાખશે તો તેમને જેલમાં મોકલવામાં આવશે.

અદાલતે ટ્રમ્પને પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ સાથે પોતાના સંબંધોને લઈને ગુપ્ત રીતે પૈસા આપવાના કેસમાં સાક્ષીઓ, જયુરી સભ્યો અને કેટલાક અન્ય લોકોના બારામાં જાહેરમાં નિવેદન આપવાથી રોકી દીધા હતા.

ન્યાયાધીશે ચેતવણી આપી હતી કે જો તે બીજી વાર આમ કરશે તો જેલ મોકલી દેવાશે. અદાલતનો આ નિર્ણય પુર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પને ઝટકા સમાન છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj