જૂનાગઢ: ‘સેલ્ફી વીથ બ્લુ ટીક’ અભિયાન: કલેક્ટર તમારી સેલ્ફી સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરશે

Lok Sabha Election 2024 | Junagadh | 06 May, 2024 | 11:48 AM
સાંજ સમાચાર

જૂનાગઢ, તા.6
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા પોતાના  આધિકારિક સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી તમારી  સેલ્ફી - તસવીર શેયર કરશે. આ માટે માત્ર તમારે તા.7મી મે એ ચૂક્યા વગર 15-20 મિનિટનો સમય ફાળવી મતદાન કરવાનું રહેશે. ત્યારે આ માટે ખાસ જિલ્લા ચૂંટણી તંત્રએ સેલ્ફી With Blue Tick અભિયાન શરૂ કર્યું છે.

જેમાં તા.7મી મે એ મતદાન કરીને બ્લ્યુ ટીક દર્શાવીને સેલ્ફી-તસવીર એક વોટ્સ એપ નંબર પર મોકલવાની રહેશે. જેના માટેનો વોટ્સએપ નં. 90230 05600 છે.મતદારોને મતદાન કરવા  માટે પ્રોત્સાહન મળી રહે તે માટે આ વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.  આ સેલ્ફી તસવીર પરિવારજનો કે મિત્ર વર્તુળ સાથે મતદાન કરીને મોકલવાની રહેશે. પરંતુ એવું પણ નથી કે, માત્ર સમુહમાં લીધેલ તસવીર -સેલ્ફી મોકલવી, વ્યક્તિગત રીતે પણ સેલ્ફી મોકલી શકાશે. આમ, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીએ મતદારોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવા વધુ એક નવીન પહેલ કરી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj