જૂનાગઢ, તા.6
ચૂંટણીમાં ફરજરત અધિકારી-કર્મચારીઓ મતાધિકારના ઉપયોગથી વંચિત ન રહે તે માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની સવલત આપવામાં આવે છે, ત્યારે એક એવા દંપત્તિએ સજોડે મતદાન કરી દેશ પ્રત્યેની ફરજ અદા કરી હતી. સાથે જ આ દંપત્તીએ તા.7મી મે એ સજોડે - સહપરિવાર મતદાન કરવા માટે પ્રેરણા પૂરી પાડી છે.
પોલીસ કોન્સ્ટેબલ હિતેશભાઈ માલમ અને તેમના ધર્મપત્ની પ્રજ્ઞાબેન સાથે પ્રાંત કચેરી- જૂનાગઢ ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટે પહોંચ્યા હતા. તેમણે મતદાન કરી લોકોને લોકશાહીમાં મત આપવાનો એક આપણને અધિકાર પણ છે અને આપણી ફરજ પણ છે.
ત્યારે દેશના માટેની જવાબદારી નિભાવી તા.7મી મે એ પરિવાર - મિત્રો સાથે જરૂર મતદાન કરીએ. તેવી અપીલ કરી હતી. માંગરોળના સાંગાવાડા ગામના વતની એવા હિતેશભાઈ માલમ જૂનાગઢ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવે છે અને તેમના ધર્મપત્ની પ્રજ્ઞાબેન બી -ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ નિભાવી રહ્યા છે. આમ, આ પોલીસ દંપત્તી તા. 7મી મે એ મતદાન કરવા માટે અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy