ભાવનગર જિલ્લામાં મતદાનનો શાંતિપૂર્ણ પ્રારંભ : મતદારોનું કુમ-કુમ તિલકથી સ્વાગત

Lok Sabha Election 2024 | Bhavnagar | 07 May, 2024 | 01:12 PM
સેન્ટ ઝેવીયર્સ સ્કુલના મતદાન મથક વિસ્તારમાં ઢોલ-શરણાઇ વગાડી પુષ્પો વરસાવાયા : બુથ નં. રરપમાં ઇવીએમ મશીનમાં ખામી સર્જાઇ : ચુસ્ત બંદોબસ્ત
સાંજ સમાચાર

(વિપુલ હિરાણી)
ભાવનગર, તા. 7

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત ત્રીજા તબક્કામાં ભાવનગર જિલ્લાનાં નાગરિકોને તેમનાં મતાધિકારનો ઉપયોગ કરી લોકતંત્રને ધબકતું રાખવા પોતાનો પવિત્ર મત આપી રહ્યાં છે. વહેલી સવારથી જ ભાવનગર જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ થયો છે. અને લોકો મતદાન કેન્દ્રો ઉપર જઇ મતદાન કરી રહ્યાં છે. 

ભાવનગર જિલ્લામાં પ્રથમ વખત મતદાન કરવા આવેલા યુવા મતદારો માટે મતદાનનો પ્રથમ વખતનો અનુભવ યાદગાર બને એ હેતુથી પેન આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. દરમિયાન શહેરના બુથ નં. રરપમાં એરરના કારણે મશીનમાં ક્ષણિક ખામી સર્જાઇ હતી. જોકે ક્લસ્ટર ટીમે બુથ પર પહોંચી ખામીનું નિવારણ કર્યુ છે અને મતદાન ફરી શરૂ થયું છે

ભાવનગરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં મતદારોનું ઢોલ શરણાઈ વગાડીને કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું હતું.
ભાવનગરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે મતદારોનું ઢોલ શરણાઈ વગાડીને કુમકુમ તિલક અને પુષ્પ વડે સ્વાગત કરવામાં આવ્યું હતું. મતદાન કરવા માટે લોકોને ઘરે ઘરે મળીને મતદાન મથક પર લઈ જતા આંગણવાડી બહેનો
ભાવનગર પૂર્વ વિસ્તારમાં આંગણવાડી બહેનો દ્વારા લોકોને મતદાન કરવા માટે લોકોને ઘરે ઘરે મળીને મતદાન મથક પર મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા હતા.

ભાવનગર લોકસભા બેઠકની ચૂંટણી માટે શહેર અને જિલ્લાના બે હજારથી વધુ મતદાન મથકો પર બી.એસ.એફ., આર.પી.એફ. અને આર.એ.એફની ટુકડીઓનો બંદોબસ્ત મુકવામાં આવેલ છે.

ભાવનગર શહેર અને જિલ્લાના 26 પોલીસ મથક વિસ્તારમાં આવતા લોકસભા બેઠક વિસ્તારમાં 1192 બિલ્ડીંગ અને 2030 જેટલા મતદાન મથક પર મતદાન પ્રક્રિયાનો શાંતિપૂર્વક શરૂ થયેલ છે. મતદાન પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ મતદારો નિર્ભય બનીને મતદાન કરે તે માટે કેન્દ્રીય સુરક્ષા દળોની 06 કંપનીઓ બંદોબસ્તમાં જોડાઇ છે, જેમાં બી.એસ.એફ.ની ત્રણ ટુકડી, આર.પી.એફ.ની બે ટુકડી અને આર.એ.એફ.ની એક ટુકડીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વિધાનસભા વિસ્તારમાં ડી.વાય.એસ.પી. કક્ષાના પોલીસ અધિકારી સુપરવિઝનમાં જિલ્લાના તમામ પોલીસ મથક દીઠ એક ક્યુ.આર.ટી. (કવિક રિસ્પોન્સ ટીમ) તૈનાત કરવામાં આવી છે.

ભાવનગર માં લોકસભાની  ચૂંટણી નાં ત્રીજા તબક્કા માટે આજે 7 મેના રોજ મતદાન થવાનું છે ત્યારે મતદારો મુક્ત વાતાવરણમાં ન્યાયી રીતે મતદાન કરી શકે તે માટે ભાવનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરાયેલી તૈયારીઓને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાએ પત્રકાર પરીષદ યોજીને જણાવ્યું હતું કે, ભાવનગર સંસદીય મતવિસ્તારમાં 1916900 મતદારો નોંધાયેલા છે. જેઓ લોકશાહીના મહાપર્વમાં તા.7મી મેના રોજ સવારે 7.00 થી સાંજના 6.00 વાગ્યા દરમિયાન પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 

ભાવનગર સંસદીય મત વિસ્તારના 1965 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા શાંતિપૂર્વક રીતે થતું રહ્યું છે અને 657 મતદાન મથકો પર લાઈવ વેબકાસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે.  7 વિધાનસભા દિઠ વિવિધ થીમ આધારિત કુલ 7 આદર્શ મતદાન મથકો, વિધાનસભા દિઠ 7 એમ કુલ 49 જેટલા મહિલાઓ સંચાલિત સખી મથક, કુલ 7 દિવ્યાંગ મતદાન મથકો, 01 યુવા મતદાન મથક તૈયાર કરવામાં આવેલ છે. 

જિલ્લામાં 10625 જેટલો સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે. મતદાન માટે ઓળખ પુરાવા માટે ચુંટણી પંચ દ્વારા માન્ય 12 માંથી કોઈ પણ પુરાવો સાથે રાખવો જરૂરી છે. આચારસંહિતા ભંગની અત્યાર સુધીમાં સી-વીજીલ એપ અને કંટ્રોલરૂમ પર 668 ફરિયાદો આવી હતી તે તમામ ફરિયાદનો નિકાલ કરાયો છે. ભાવનગર સંસદીય મતવિસ્તાર માટે સી.યુ-3039, બી.યુ-3039 અને વીવીપેટ-3284 ફાળવવામાં આવ્યાં છે. તેમજ  સી.યુ-111, બી.યુ-391 અને વીવીપેટ-132 જિલ્લાકક્ષાએ રીઝર્વ રાખવામાં આવ્યાં હોવાની માહિતી આપી હતી.

   ભાવનગર સંસદિય મત વિસ્તારમાં અશક્ત, દિવ્યાંગ, સિનીનર સીટીજન, ગર્ભવતી મહિલા મતદારોને મતદાન કરવા માટે સહાયક તથા વ્હીલચેરની સુવિધા પુરી પાડવામાં આવી રહી છે. મતદાન કેન્દ્રની બહાર મતદાન સહાયતા કેન્દ્ર બનાવાયા છે. હીટ વેવ સંદર્ભે પણ આરોગ્ય વિભાગને સૂચના આપી દેવાઈ છે. જેથી મતદાન મથકે મેડિકલ કીટ ઉપલબ્ધ કરવામાં આવી છે. મતદારો માટે પાણી, છાંયડામાં બેઠક વ્યવસ્થાનું આયોજન કરાયેલ છે. 

♦ કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવીયાએ વતન ભાવનગરના હણોલ ગામે મતદાન કર્યું

(વિપુલ હિરાણી)
ભાવનગર તા.7

કેન્દ્રિયમંત્રી મનસુખ માંડવીયાએ પોતાના વતન ભાવનગરના હણોલ ખાતે મતદાન કર્યું, પોતાના પરિવાર અને પ્રથમ વાર મતદાન કરનાર દીકરીઓ સાથે મનસુખ માંડવિયા એ મતદાન કર્યું હતું.
રામજી મંદિરે દર્શન કરી થાળીઓના નાદ સાથે પરિવાર અને ગામના લોકો સાથે મતદાન મથકે પહોંચ્યા હતા.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj