જાહેર પ્રચાર પુરો થતા જ રાજકીય પ્રતિકો અને બેનરો ઉતારાયા

Lok Sabha Election 2024 | Jamnagar | 06 May, 2024 | 03:35 PM
સાંજ સમાચાર

જામનગર તા.6

જામનગર લોકસભા બેઠક ઉપર મતદાન પુર્વેની આચારસંહિતા લાગુ થઈ ચુકી છે. આચારસંહિતાની ચુસ્ત અમલવારી માટે જામનગરમાં મહાનગરપાલિકાના તંત્રએ શહેરના  તમામ વોર્ડમાંથી તેમજ મુખ્ય-મુખ્ય માર્ગો ઉપરથી હજારો ઝંડીઓ, પક્ષ પ્રતિકો તેમજ બેનરો ઉતારવાની કવાયત હાથ ધરી હતી. આ જ રીતે હાલારના બંને જિલ્લાના 10 તાલુકા મથકો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ રાજકીય બેનરો, પ્રતિકો દુર કરાયા હતા. વહિવટી તંત્ર દ્વારા હાલારમાં ઉભી કરાયેલી 24 જેટલી ચેકપોસ્ટો ઉપર સઘન ચેકીંગ ચાલુ થયું છે.

24 ઉમેદવારોમાંથી 3 ઉમેદવારોના ફોર્મ રદ થયા બાદ વધેલા 21 ઉમેદવારોમાંથી ઉમેદવારીપત્ર પાછું ખેંચવાની મુદ્દત પુરી થતા સુધીમાં એક રાજકીય પાર્ટીના એક અને એક અપક્ષ ક્ષત્રિય ઉમેદવારો સહિત કુલ 7 ઉમેદવારોએ પોતાની ઉમેદાવારી પાછી ખેંચી હતી. જામનગર લોકસભા બેઠકની ચુંટણીમાં ભાજપા-કોંગ્રેસના મુખ્ય પ્રતિસ્પર્ધી, બસપા, વીરો કે વીર છત ઈન્ડિયન પાર્ટી, રાષ્ટ્રીય મહાસ્વરાજ ભુમિ પાર્ટીના 5 અને 9 અપક્ષો સહિત કુલ 14 ઉમેદવારો ચુંટણીના મેદાનમાં રહેતા આ વખતે ચુંટણીમાં મતદાન માટે એક જ ઈવીએમ મુકાશે. ચુંટણી જંગમાં ભાજપાના આહિર સમાજના, કોંગ્રેસના પટેલ સમાજના મુખ્ય હરિફો વચ્ચે ટક્કર છે.

તે સિવાયના ઉમેદવારોમાં વીરો કે વીર ઈન્ડિયન પાર્ટીના એક સતવારા અને રાષ્ટ્રીય મહાસ્વરાજ ભુમિ પાર્ટીના ઉમેદવાર પટેલ અને બસપાના એમ ઉમેદવાર દલિત સમાજના છે. જ્યારે 9 અપક્ષોની વાત કરીએ તો અપક્ષોમાં દલિત સમાજના 3 ઉમેદવારો, મુસ્લિમ સમાજના પાંચ ઉમેદવારો અને ક્ષત્રિય સમાજના એક 1 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે.

આ ઉપરાંત જામનગર એસ.પી. પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ શહેરમાં લાલપુર બાયપાસ, ખંભાળીયા બાયપાસ, સમર્પણ ચોકડી, ગુલાબનગર, અન્નપુર્ણા ચોકડી, પવનચક્કી સહિતના વિસ્તારો તેમજ જિલ્લાના ધ્રોલ, લાલપુર, જોડીયા, કાલાવડ, જામજોધપુર, સિક્કા, મેઘપર સહિતના પોલીસ સ્ટેશન વિસ્તારોમાં મળીને કુલ 24 ચેક પોસ્ટ કાર્યરત કરવામાં આવી છે. પોલીસની સાથે- સાથે ફલાઈંગ સ્કવોડ, સ્ટેટીક સર્વેલન્સની ટીમો દ્વારા રોકડ રકમની હેર-ફેર તથા સોના-ચાંદીની વસ્તુઓની હેર-ફેર રોકવા માટે રાઉન્ડ ધ ક્લોક વાહન ચેકીંગની કામગીરી કરવામાં આવી રહી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj