(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.25
લોકસભા સામાન્ય ચૂંટણી- 2024 અન્વયે તા. 7 મે, 2024 ને મંગળવારના રોજ મતદાન થશે. ત્યારે નાગરિકોને આંગળીના ટેરવે બુથ અંગેની વિગતો મળી રહે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
નાગરિકો પોતાની બુથ સ્લિપ કઈ રીતે મેળવી શકે તેની વિગતો જોઈએ તો બુથ સ્લિપ માટે 1950 નંબર ઉપર SMS કરવાનો રહે છે. 1950 નંબર ઉપર ECI Space (voter ID) SMS કરવાથી 15 સેક્ધડ જેટલા સમયગાળામાં મોબાઈલ પર બુથ સ્લિપ મેળવી શકાય છે. SMS દ્વારા બુથ સ્લિપ મેળવવાની આ વિગતોથી વાકેફ થઈએ અને અન્યને પણ વાકેફ કરીએ તેમજ આવી વિગતોને હાથવગી રાખીએ. 1950 પર SMS કરવાથી ભારતીય ચૂંટણી પંચ દ્વારા પ્રત્યુતર મળે છે, તેમાં લખ્યું હોય છે કે ECI નો સંપર્ક કરવા બદલ આભાર. વિનંતી કરવામાં આવેલી વિગતો ટૂંક સમયમાં મોકલવામાં આવશે. આ મેસેજમાં નામ, ભાગ નંબર, ક્રમ નંબર, ઊઈઈં સહિતની વિગતો ઉપલબ્ધ થશે. જેથી કરીને આ લોકશાહીના પર્વમાં વધુમાં વધુ મતદાન કરીએ અને કરાવીએ તેવી અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy