રાજકોટ વોટિંગ

Lok Sabha Election 2024 | Rajkot | 07 May, 2024 | 05:26 PM
સાંજ સમાચાર

►17 અંધ બહેનોનું ઉત્સાહપૂર્વક મતદાન

વી.ડી.પારેખ અંધવિકાસ ગૃહની બહેનોએ વહેલી સવારે માઁ શારદા વિદ્યાલયમાં મતદાન કર્યુ: ચૂંટણીપંચ દ્વારા બ્રેઈલ લીપીની વ્યવસ્થા કરાઈ હતી

(તસ્વીર: દેવેન અમરેલીયા દ્વારા) રાજકોટ,તા.7
આજે લોકશાહીનો મહાપર્વ ઉજવાય રહ્યો છે. વહેલી સવારથી લોકો મતદાન માટે મતદાન બુથ પર ઉમટી પડયા છે વહેલી સવારે જ નોંધપાત્ર મતદાન થયું હતું.ત્યારે દરેક નાગરીક પોતાની નૈતિક ફરજ નિભાવવા મતદાન કરી રહ્યા છે. આજે વીડી પારેખ અંધ વિકાસ ગૃહના 17 બહેનોએ પણ મતદાન અધિકારનો ઉપયોગ કર્યો હતો.17 બહેનો એ આજે સવારે 10.30 કલાકે શ્રમજીવી સોસાયટીની માઁ શારદા વિદ્યાલયમાં મતદાન કરવા પહોચ્યા હતાં.

17 અંધ બહેનો એ પોતાની ફરજ બજાવી મતદાન કર્યું હતું.ગાડીના માધ્યમથી તેઓ મતદાન માટે પહોચ્યા હતાં. ચૂંટણી પંચ દ્વારા ખુબ સહકાર અપાયો હતો.આ તમામ અંધ મહિલા મતદારોની વય 50 થી 80 વર્ષની છે.તેઓ લાંબા સમયથી વી.ડી. પારેખ અંધ વિકાસ ગૃહ સાથે જોડાયેલા છે આ વિકાસ ગૃહના અંધ શિક્ષિકા જણાવે છે કે મને મતદાન કરી ખુબ ખુશી થઈ છે. સામાન્ય વ્યકિતની જેમ અમને મળેલ અધિકારીનો ઉપયોગ કર્યો હતો.

આ ઉત્સવમાં જોડાયા હતા.અમારા માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં પહેલા બ્રેઈલ લાપની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેના દ્વારા ઉમેદવારના બટનની ઓળખ થઈ અને ત્યાર બાદ ઈચ્છીત ઉમેદવારને મતદાન આપવામાં આવ્યું અમારા ગૃહની તમામ બહેનોએ મતદાન કરી આમહાપર્વમાં સહભાગી થયા હતાં. 

 

►જીવનસંગીની સજોડે મતદાન સીપી રાજુ ભાર્ગવ અને એસીપી જયપાલસિંહ 

 રાજકોટ: આજે સવારથી જ રાજકોટમાં બમ્પર મતદાન થઈ રહ્યું છે. ત્યારે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ પોતાના પત્ની સાથે મતદાન કરવા પહોંચ્યા હતા અને ત્યારબાદ રાજકોટ જિલ્લા એસપી નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડએ પણ તેમના પત્ની સાથે મતદાન કર્યું હતું. મતદાન બાદ કમિશનર તથા એસપીના ધર્મપત્નીએ સેલ્ફી પોઇન્ટ પર ઈન્કડ ફિંગર દર્શાવી અન્ય નાગરિકોને પણ મતદાન કરવા પ્રેરણા આપી હતી. 

►જોહર કાર્ડવાળા યુસુફઅલીભાઈએ ત્રણ પેઢી સાથે મતદાન કર્યું 

દાઉદી વ્હેરા સમાજના અગ્રણી જોહર કાર્ડ વાળા યુસુફઅલીભાઈએ આજે ત્રણ પેઢી સાથે મતદાન કર્યું હતું. જોહર કાર્ડ વાળા યુસુફભાઈ તથા તેમના પુત્રો જોહરભાઈ, હસનૈનભાઈ તેમજ પૌત્ર ઈબ્રાહિમ તથા પરિવારના સભ્યો સાથે મતદાન કરી લોકશાહીની નૈતિક, પવિત્ર ફરજ પૂરી કરી હતી અને દરેકને મતદાન કરવા અપીલ કરેલ હતી.

►સહકાર ભારતી પરિવારના સંઘાણી દંપતીને મતદાન કર્યું

સહકાર ભારતી પરિવારના જયેશભાઈ સંઘાણી તથા તુપ્તિબેન સંઘાણીએ આજે મતદાન કરીને લોકશાહી પર્વની ઉજવણી કરી હતી.

► રાજકોટ ગુરુકુળના વડાએ મતદાન કર્યું

રાજકોટ,તા.7
સ્વામિનારાયણ સંપ્રદાયના વરિષ્ઠ સંત તથા રાજકોટ ગુરુકુળના વડા સદ્ગુરૂ દેવકૃષ્ણ સ્વામીએ મતદાન કરીને રાષ્ટ્રીય ભકિતનો સંદેશ પાઠવ્યો તસ્વીરમાં રાજકોટ ગુરુકુળના પૂ.દેવકૃષ્ણદાસજી સ્વામીની સાથે ભાજપના આગેવાન તથા સત્સંગ પ્રવિણ કાનાબાર નજરે પડે છે. 

►રાજકોટમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થયું: પોલીસનો બંદોબસ્ત પ્લાન સફળ

ક્ષત્રિય આંદોલન, પત્રિકાકાંડનો વિવાદ, વધુ સંવેદનશીલ મતદાન મથકો છતાં કોઈ અઘટિત ઘટના ન બનતા પોલીસે રાહતનો શ્વાસ લીધો 

સીપી, એડીસીપી, ડીસીપી, એમ 7 આઇપીએસ સહિત 3100 જેટલા પોલીસ જવાનો સતત ખડેપગે રહ્યા : પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે પણ સતત ફિલ્ડમાં રહી તમામનું માર્ગદર્શન કર્યું હતું

 

રાજકોટ, તા.7
રાજકોટમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. જેમાં પોલીસનો બંદોબસ્ત પ્લાન સફળ રહ્યો હતો. ક્ષત્રિય આંદોલન, પત્રિકાકાંડનો વિવાદ, વધુ સંવેદનશીલ મતદાન મથકો છતાં કોઈ અઘટિત ઘટના ન બનતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. સીપી, એડીસીપી, ડીસીપી, એમ 7 આઇપીએસ સહિત 3100 જેટલા પોલીસ જવાનો સતત ખડેપગે રહ્યા હતા. પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે પણ સતત ફિલ્ડમાં રહી તમામનું માર્ગદર્શન કર્યું હતું.

આજે લોકશાહીનું મહાપર્વ એટલે કે ચૂંટણી યોજાઈ. લોકસભાની ચૂંટણીના મતદાન માટે અભેદ્ય સુરક્ષાકવચ સાથે પોલીસ તૈનાત રહી હતી. રાજકોટ શહેર-જિલ્લામાં 7 આઇપીએસ સહિત આશરે 6000 જવાનોનો લોખંડી બંદોબસ્ત રહ્યો હતો. રાજકોટ શહેરમાં સીપી, એડીસીપી સહિત 6 આઇપીએસ, 8 એસીપી, 26 પીઆઈ, 65 પીએસઆઇ, પેરા મિલેટ્રી ફોર્સની 4 ટુકડી સહિત 3100 જવાનો ખડેપગે રહ્યા હતા.

રાજકોટ શહેરમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના માર્ગદર્શન હેઠળ લોકસભાની ચૂંટણી માટે 1 એડીજી કક્ષાના અધિકારી, 1 ડીઆઈજી કક્ષાના અધિકારી, 4 એસપી (ડીસીપી) કક્ષાના અધિકારી, 8 ડીવાયએસપી (એસીપી) કક્ષાના અધિકારી, 26 પીઆઈ, 65 પીએસઆઇ, 1222 એએસઆઈ - હેડ કોન્સ્ટેબલ - એલઆરડી, 1374 હોમ ગાર્ડસ અને સીએપીએફ પેરા મિલેટ્રી ફોર્સની 4 ટુકડીઓ ખડેપગે રહી હતી. રાજકોટ લોકસભા વિસ્તારમાં કુલ 2236 મતદાન બુથો. જેમાંથી 1032 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા હતા. આ લોકસભા બેઠકમાં કુલ 21,12,273 મતદારો હતા. જેમાં 10,93,626 પુરૂષ મતદારો, 10,18,611 મહિલા મતદારો અને 36 ટ્રાન્સ જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે. 

આજે સવારે મતદાન શરૃ થયા પહેલા જ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ ફરજમાં જોડાઈ ગયા હતા. ખુદ પોલીસ કમિશનર પણ આખો દિવસ ફિલ્ડમાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત ક્રાઈમ બ્રાંચ, એસઓજી, એલસીબી ઝોન 1, એલસીબી ઝોન સહિતની ટીમો પણ સતત દોડતી રહી હતી. એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન થતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. આજની કામગીરીમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, ડીસીપી ઝોન - 1 સજનસિંહ પરમાર, ડીસીપી ઝોન - 2 સુધીરકુમાર દેસાઈ, ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ, એસીપી સર્વે બી.વી. જાધવ, રાધિકા ભારાઇ, આર.એસ.બારીયા, બી.જે. ચૌધરી, એસીપી ક્રાઇમ બી.બી.

બસીયા, એસીપી ટ્રાફિક જે.બી. ગઢવી, હેડ કવાર્ટર એસીપી એમ.આઇ. પઠાણ, ક્રાઈમ બ્રાંચ પીઆઈ એમ.આર. ગોંડલીયા, એસઓજી પીઆઈ જે.એમ. કૈલા, પીસીબી પીઆઈ એસ.એસ. રાણે, પીઆઈ સર્વે વી.આર.પટેલ, આર.જી.બારોટ, એસ.એમ.જાડેજા, એન.જી.વાધેલા, એમ.એમ.સરવૈયા, જે.આર.દેસાઇ, બી.એમ.ઝણકાટ, બી.ટી.અકબરી, ડી.એમ.હરિપરા, વી.આર.રાઠોડ, આઇ.એન.સાવલીયા, એન.આઇ. રાઠોડ, એ.બી. જાડેજા, જે.એસ. ગામીત, એસ.કે. જાડેજા, બી.બી. જાડેજા, બી.પી. રજયા, એમ.જી. વસાવા, એમ.એ. ઝણકાટ, કે.જે. મકવાણા સહિતના જોડાયા હતા.

►આઈ કાર્ડ વગર નો એન્ટ્રી : બીએસએફ જવાનોની કડક કામગીરી 

રાજકોટ: શહેરના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની ચાંપતી નજર રહી હતી, જોકે સવારે મતદાન માટે લોકો ઉમટી પડતા ઘણા બુથો પર ધીમા મતદાનની જાણકારી મળતી હતી. ત્યારે ઠક્કર બાપા સ્કૂલમાં બીએસએફ જવાનોની કડક કામગીરી કરવામાં આવી હતી અહીંના બુથ પર આઈ કાર્ડ દેખાડ્યા બાદ જ મતદારોને ગેટ પરથી પ્રવેશ અપતો હતો. આઈ કાર્ડ વગર કોઈ પણ વ્યક્તિને પ્રવેશ આપતો નહોતો જેથી અહીં કોઈ ભીડ પણ નહોતી થઈ અને એક દમ પ્રવાહિત રીતે મતદાન થયું હતું. (તસવીર: પંકજ શીશાંગીયા)

►રતનપર ગામમાં મતદાન મથકની મુલાકાત લેતાં પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ

ક્ષત્રિય સમાજના આંદોલનની જાહેર સભા જ્યાં થઈ હતી તે રતનપર ગામમાં કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરવાં અને પ્રાથમિક શાળાના મતદાન મથકની પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે મુલાકાત કરી હતી. તેઓની સાથે ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ ગોંડલીયા, કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઈ વિ.આર.રાઠોડ સહિતનો પોલીસ કાફલો સાથે જોડાયો હતો.

►બોલબાલા પરિવારના જયેશ ઉપાધ્યાય સહિત સભ્યોનું મતદાન

રાજકોટની જાણીતી સંસ્થા બોલબાલા ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાય તથા સંસ્થાની દરેક પ્રવૃતિમાં સંકળાયેલા કર્મચારીઓએ આજે સવારે પ્રથમ કલાકમાં મતદાન કરીને લોકશાહી પર્વની ઉજવણીની હતી. ઉપરોકત તસ્વીરમાં સ્ટાફના સભ્યો સાથે ટ્રસ્ટીઓ મેમ્બરો, ડોનરો વગેરે જોવા મળે છે. 

►વોર્ડ નં.17ના કોર્પોરેટર અનિતાબેન અને ગૌતમભાઇએ સાથે મતદાન કર્યુ

રાજકોટના વોર્ડ નં.17ના ભાજપના કોર્પોરેટર અનિતાબેન ગૌસ્વામી અને ભાજપ અગ્રણી ગૌતમ ગૌસ્વામીએ આજે  સવારમાં મતદાન કરીને લોકશાહીના પવિત્ર મત પર્વની ઉજવણી કરી હતી. સાથે જ મતાધિકાર અને જવાબદારી નિભાવવા પ્રેરણા પણ પૂરી પાડી હતી. 

►યુવા ઉદ્યોગપતિ યોગીન છનિયારાએ મતદાન કર્યું

મશીન ટૂલ્સ એસોસિએશનના પ્રમુખ, બાર્ગેશ્ર્વરધામ ટ્રસ્ટના ટ્રસ્ટી, યુવા ઉદ્યોગપતિ સમાજસેવી અને શહેર ભાજપ અગ્રણી યોગીનભાઈ છનિયારાએ મતદાન કર્યું હતું.

 

►વૈભવ ન્યુઝ એજન્સીના વિજય મહેતા દ્વારા મતદાન કરાયું : 

સૌ નાગરિકોને સમયસર અને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી

 

►ડો. અમિત હપાણી તથા ડો. બબીતા હપાણીએ મતદાન કર્યું

રાજકોટના જાણીતા ડોકટર અમિતભાઈ હપાણી તથા ડો. શ્રીમતી બબીતાબેન હપાણીએ આજે સવારે મતદાન મથક પર જઈને મતદાન કરેલ અને લોકશાહીની પવિત્ર ફરજ નિભાવી હતી.

 

►તુમ ચલો તો હિન્દુસ્તાન ચલે... વહેલી સવારે હિંમત અને હોંશથી વડીલોએ કર્યું મતદાન

 રાજકોટમાં આજે સવારે વહેલી સવારથી મતદારોની લાંબી લાઈનો જોવા મળી. ત્યારે સિનિયર સિટીઝન દ્વારા પણ હિંમત અને હોશથી મતદાન કરવામાં આવ્યું હતું. કોઈ વ્હીલચેર પર તો કોઈ તેમના પરિવારજનોના સપોર્ટ સાથે મથક પર પહોંચ્યા હતા.

 

રાજકોટ : વૈશાલી નગર શેરી નં 4માં માલધારી સમાજના 100 જેટલા મહિલાઓ પરંપરાગત પહેરવેશમાં ઢોલ નગારા સાથે મતદાન કરવા પહોંચ્યા

 

રાજકોટ : જે.જે.પાઠક શાળા નંબર 19માં એ ડિવિઝન પોલીસ સ્ટેશનનાં સ્ટાફ દ્વારા દિવ્યાંગ તથા સિનિયર સિટીઝનનોને મતદાન કરવા માટે આવતા મદદરૂપ થઇ સરાહનીય કામગીરી કરી હતી.

 

રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેકટર પરિમલ નથવાણીએ તેમના વતન ખંભાળીયામાં મતદાન કર્યું : સૌને લોકતંત્રના પર્વમાં મતદાન કરવા કરી અપીલ

 

►મત આપી ફરજ નિભાવતા સાંઈરામ 

જાણીતા લોકસાહિત્યકાર સાઈ રામ દવેએ આજે મતદાન કર્યું હતું. લોકતંત્રના પર્વમાં મત આપી ફરજ નિભાવી અને સૌ નાગરિકોને પોતાનો મત આપવા અપીલ કરી હતી.

 

►ગુજરાત કોંગ્રેસનાં પ્રવકતા રોહિતસિંહ રાજપૂતે વતન અનીડા ગામે મતદાન કર્યું

વિદ્યાર્થી નેતા અને ગુજરાત કોંગ્રેસનાં પ્રવકતા રોહિતસિંહ રાજપૂતે પોતાના વતન તાલાલા (ગીર) તાલુકાનાં અનીડા (ગીર) ખાતે મતદાન કર્યું હતું. સાથે તમામને મતદાન કરવા અપીલ કરી હતી.

 

►જાણીતા સંગીતકાર પંકજભાઈ ભટ્ટ, તેમના ધર્મપત્ની માલાબેન અને પુત્ર સાથે કર્યું મતદાન : સૌ નાગરિકોને મત આપવા કરી અપીલ

►એડેક્ષ એડ એજન્સીના જયેશભાઇ  અને પત્ની હિનાબેનનું મતદાન 

રાજકોટની જાણીતી એડેક્ષ એડ એજન્સીના જયેશભાઇ તથા તેમના ધર્મપત્ની હિનાબેન સોનાએ આજે મતદાન કરીને લોકશાહીની ફરજ બજાવી હતી. 

►દેશના વિકાસ માટે શહેર કોંગ્રેસ પ્રમુખ રાજાણી અને તેમના ધર્મપત્નીનું મતદાન

રાજકોટ, તા. 7
રાજકોટની સારી તસવીર અને સારી તકદીર માટે આજે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, ધર્મ પત્ની રૂપલ રાજાણીએ શ્રી સદગુરૂ દેવ શ્રી રણછોડદાસજી બાપુ હ્યુમન ઓમ સાયન્સ અને સ્વ. એમ. જે. કુંડલીયા લાઇબ્રેરી રૂમ નંબર 1 (વોર્ડ નંબર 2) ખાતે મતદાન કર્યું હતું. 

વધુમાં જણાવ્યું હતું કે બહેતર રાષ્ટ્ર અને રાષ્ટ્રના વિકાસ માટે સજોડે પવિત્ર મતદાન કરી અને એક નાગરિકની ફરજ પૂર્ણ કરી. મને આશા છે કે અમારા એક મતથી આ દેશની લોકશાહી મજબૂત બનશે. લોકશાહી પર્વનું સન્માન કરીએ આપણો હક આપણી જવાબદારી અને આપણું ભવિષ્ય તો આવો આપણે સૌ મતદાન કરી લોકશાહીને જીવંત રાખીએ તેવી અપીલ કરી હતી.

►ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા પરિવાર

►100 વર્ષના વડીલ વૃધ્ધાને મતદાન કરાવતા જૈમનભાઇ 

રાજકોટમાં આજે ઘણા વિસ્તારમાં મતદાનમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. વડીલોનું મતદાન પણ પ્રેરક હતું. તેવામાં આજે કસ્તુરબા વિદ્યાલય ખાતે 100 વર્ષના વૃધ્ધા શાંતાબેન મંડલીકને મત આપવો હોય, પૂર્વ મેયર ડો. જૈમન ઉપાધ્યાય તેમને તેડીને બુથ પર લાવ્યા હતા. વડીલમાંથી અનેક યુવા મતદારોને પ્રેરણા મળી હતી.

►જયાબેન હરીભાઇ ડાંગર પરિવારનું સામુહિક મતદાન

રાજકોટ ભાજપના વોર્ડ નં.13ના કોર્પોરેટર જયાબેન ડાંગર અને ભાજપ નેતા હરીભાઇ ડાંગર પરિવારે આજે સહકુટુંબ મતદાન કર્યુ હતું. ભાજપ યુવા નેતા શૈલેષ ડાંગર સહિતના પરિવારજનોએ સવારમાં મત આપીને લોકશાહીની જવાબદારી અદા કરી હતી.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj