રાજકોટમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થયું: પોલીસનો બંદોબસ્ત પ્લાન સફળ

Lok Sabha Election 2024 | Rajkot | 07 May, 2024 | 05:53 PM
♦ ક્ષત્રિય આંદોલન, પત્રિકાકાંડનો વિવાદ, વધુ સંવેદનશીલ મતદાન મથકો છતાં કોઈ અઘટિત ઘટના ન બનતા પોલીસે રાહતનો શ્ર્વાસ લીધો
સાંજ સમાચાર

♦ સીપી, એડીસીપી, ડીસીપી, એમ 7 આઇપીએસ સહિત 3100 જેટલા પોલીસ જવાનો સતત ખડેપગે રહ્યા : પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે પણ સતત ફિલ્ડમાં રહી તમામનું માર્ગદર્શન કર્યું હતું

 

રાજકોટ, તા.7
રાજકોટમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. જેમાં પોલીસનો બંદોબસ્ત પ્લાન સફળ રહ્યો હતો. ક્ષત્રિય આંદોલન, પત્રિકાકાંડનો વિવાદ, વધુ સંવેદનશીલ મતદાન મથકો છતાં કોઈ અઘટિત ઘટના ન બનતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. સીપી, એડીસીપી, ડીસીપી, એમ 7 આઇપીએસ સહિત 3100 જેટલા પોલીસ જવાનો સતત ખડેપગે રહ્યા હતા. પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે પણ સતત ફિલ્ડમાં રહી તમામનું માર્ગદર્શન કર્યું હતું.

આજે લોકશાહીનું મહાપર્વ એટલે કે ચૂંટણી યોજાઈ. લોકસભાની ચૂંટણીના મતદાન માટે અભેદ્ય સુરક્ષાકવચ સાથે પોલીસ તૈનાત રહી હતી. રાજકોટ શહેર-જિલ્લામાં 7 આઇપીએસ સહિત આશરે 6000 જવાનોનો લોખંડી બંદોબસ્ત રહ્યો હતો. રાજકોટ શહેરમાં સીપી, એડીસીપી સહિત 6 આઇપીએસ, 8 એસીપી, 26 પીઆઈ, 65 પીએસઆઇ, પેરા મિલેટ્રી ફોર્સની 4 ટુકડી સહિત 3100 જવાનો ખડેપગે રહ્યા હતા.

રાજકોટ શહેરમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના માર્ગદર્શન હેઠળ લોકસભાની ચૂંટણી માટે 1 એડીજી કક્ષાના અધિકારી, 1 ડીઆઈજી કક્ષાના અધિકારી, 4 એસપી (ડીસીપી) કક્ષાના અધિકારી, 8 ડીવાયએસપી (એસીપી) કક્ષાના અધિકારી, 26 પીઆઈ, 65 પીએસઆઇ, 1222 એએસઆઈ - હેડ કોન્સ્ટેબલ - એલઆરડી, 1374 હોમ ગાર્ડસ અને સીએપીએફ પેરા મિલેટ્રી ફોર્સની 4 ટુકડીઓ ખડેપગે રહી હતી.

રાજકોટ લોકસભા વિસ્તારમાં કુલ 2236 મતદાન બુથો. જેમાંથી 1032 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા હતા. આ લોકસભા બેઠકમાં કુલ 21,12,273 મતદારો હતા. જેમાં 10,93,626 પુરૂષ મતદારો, 10,18,611 મહિલા મતદારો અને 36 ટ્રાન્સ જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે. 

આજે સવારે મતદાન શરૃ થયા પહેલા જ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ ફરજમાં જોડાઈ ગયા હતા. ખુદ પોલીસ કમિશનર પણ આખો દિવસ ફિલ્ડમાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત ક્રાઈમ બ્રાંચ, એસઓજી, એલસીબી ઝોન 1, એલસીબી ઝોન સહિતની ટીમો પણ સતત દોડતી રહી હતી. એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન થતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

આજની કામગીરીમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, ડીસીપી ઝોન - 1 સજનસિંહ પરમાર, ડીસીપી ઝોન - 2 સુધીરકુમાર દેસાઈ, ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ, એસીપી સર્વે બી.વી. જાધવ, રાધિકા ભારાઇ, આર.એસ.બારીયા, બી.જે. ચૌધરી, એસીપી ક્રાઇમ બી.બી. બસીયા, એસીપી ટ્રાફિક જે.બી. ગઢવી, હેડ કવાર્ટર એસીપી એમ.આઇ. પઠાણ, ક્રાઈમ બ્રાંચ પીઆઈ એમ.આર. ગોંડલીયા, એસઓજી પીઆઈ જે.એમ. કૈલા, પીસીબી પીઆઈ એસ.એસ. રાણે, પીઆઈ સર્વે વી.આર.પટેલ, આર.જી.બારોટ, એસ.એમ.જાડેજા, એન.જી.વાધેલા, એમ.એમ.સરવૈયા, જે.આર.દેસાઇ, બી.એમ.ઝણકાટ, બી.ટી.અકબરી, ડી.એમ.હરિપરા, વી.આર.રાઠોડ, આઇ.એન.સાવલીયા, એન.આઇ. રાઠોડ, એ.બી. જાડેજા, જે.એસ. ગામીત, એસ.કે. જાડેજા, બી.બી. જાડેજા, બી.પી. રજયા, એમ.જી. વસાવા, એમ.એ. ઝણકાટ, કે.જે. મકવાણા સહિતના જોડાયા હતા.

 

આઈ કાર્ડ વગર નો એન્ટ્રી : બીએસએફ જવાનોની કડક કામગીરી 
રાજકોટ: શહેરના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની ચાંપતી નજર રહી હતી, જોકે સવારે મતદાન માટે લોકો ઉમટી પડતા ઘણા બુથો પર ધીમા મતદાનની જાણકારી મળતી હતી. ત્યારે ઠક્કર બાપા સ્કૂલમાં બીએસએફ જવાનોની કડક કામગીરી કરવામાં આવી હતી અહીંના બુથ પર આઈ કાર્ડ દેખાડ્યા બાદ જ મતદારોને ગેટ પરથી પ્રવેશ અપતો હતો. આઈ કાર્ડ વગર કોઈ પણ વ્યક્તિને પ્રવેશ આપતો નહોતો જેથી અહીં કોઈ ભીડ પણ નહોતી થઈ અને એક દમ પ્રવાહિત રીતે મતદાન થયું હતું.         (તસવીર: પંકજ શીશાંગીયા)

રતનપર ગામમાં મતદાન મથકની મુલાકાત લેતાં પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ
ક્ષત્રિય સમાજના આંદોલનની જાહેર સભા જ્યાં થઈ હતી તે રતનપર ગામમાં કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરવાં અને પ્રાથમિક શાળાના મતદાન મથકની પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે મુલાકાત કરી હતી. તેઓની સાથે ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ ગોંડલીયા, કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઈ વિ.આર.રાઠોડ સહિતનો પોલીસ કાફલો સાથે જોડાયો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj