ગોંડલ અક્ષર મંદિરના સંતોએ મતદાન કરી લોકશાહીનો પર્વ ઉજવ્યો: જામવાડીમાં ઢોલ-નગારા સાથે ગ્રામજનો મતદાન બુથ પર પહોંચ્યા

Lok Sabha Election 2024 | Gondal | 07 May, 2024 | 11:51 AM
મતદાન પૂર્વે મહિલાઓએ રાસ-ગરબાની બોલાવી રમઝટ
સાંજ સમાચાર

ગોંડલ,તા.7
ગોંડલ તાલુકામાં મતદાનનો શાંતીપૂર્ણ પ્રારંભ થયો છે આ વખતે ક્ષત્રિય આંદોલનના પગલે મતદાન મથકો પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.જેમાં અક્ષર મંદિરના સંતોએ મતદાન કરી લોકશાહીનો પર્વ ઉજવ્યો હતો.સંતો-મહંતોએ મોટી સંખ્યામાં મતદાને કરવા માટે મતદાન મથકો પર પહોંચી મતદાન કર્યુ હતું.જયારે તાલુકાના જામવાડીમાં મહિલા સરપંચની આગેવાની હેઠળ ગ્રામજનોએ ઢોલ-નગારા સાથે પ્રાથમિક શાળાના મતદાન મથક પર પહોંચી મતદાન કર્યું હતું.

ગ્રામજનો સંપ સાથે સાથે હાથમાં બેનર લઈ મથક પર પહોચ્યા હતાં.મતદાન પુર્વે મહિલાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.અહીંએ ઉલ્લેખનીય છે કે પોરબંદર લોકસભા બેઠક વિસ્તારમાં કુલ 233 મતદાન બુથ છે. એક મતદાન મથક પર 5 ચૂંટણી કર્મી રહેશે. 712 પોલિંગ સ્ટાફ બહારથી આવ્યો છે. ટોટલ 1228 પોલિંગ બુથ પર સ્ટાફ ફળવ્યો છે. 233 ઇ.વી.એમ, 233 CU, 233 BU, 233 વિવિપેટ ફાળવ્યા છે. 

51 CU, 56 BU, 78 વિવિપેટ આ રિઝર્વ માં રાખવામાં આવ્યા છે. 7 સ્પેશિયલ મહિલા સંચાલિત બુથ ઉભા કરવામાં આવ્યા છે. એક મોડલ પોલિંગ બુથ કે.બી.બેરા માં ઉભું કરાયું છે. મતદારોની જ્યાં લાઈનો હોય છે ત્યાં શેડ અથવા મંડપ ઊભો કરી છાયાની વ્યવસ્થા કરાઈ છે. મોટા ભાગ ના બુથ માં એરફૂલર અને તમામ બુથ પર સીસીટીવી કેમેરા અને વેબ કાસ્ટિંગ થઈ રહ્યું છે.

♦ ગોંડલ અક્ષરપુરૂષોત્તમ મંદિરના સંતોએ મતદાન કરી લોકશાહીનો પર્વ ઉજવ્યો હતો.તાલુકાના જામવાડીમાં ઢોલ નગારા સાથે ગ્રામજનોએ પ્રાથમિક શાળાના મતદાન મથક પર પહોંચી મતદાન કર્યુ હતું. તેમજ મતદાન પૂર્વે મહિલાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj