જામનગર તા.28
જામનગની પંચકોષી બી ડિવિઝન પોલીસે શહેરના મહાવીર સર્કલ પાસે જાહેર રોડ પર સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમી રહેલાં છ શખ્સોને જુગાર રમતાં રગેહાથ ઝડપી લીધા હતાં. પોલીસે તેમના કબ્જામાંથી રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ દરોડાની પ્રાથમિક વિગત મુજબ શહેરના મહાવીર સર્કલ પાસે જાહેર રોડ પર સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમી રહેલાં બબ્બુશીંગ અમરચંદ કોસવહા (ઉ.વ.32, રહે.ચિનભાઇની ખોલી, મહાવીર સર્કલ દરેડ, જામનગર), મુકેશકુમાર રામસ્વરૂપ જાટવ (ઉ.વ.35, રહે.ખોડિયાર માતાજીના મંદિરની બાજુમાં, દરેડ, જામનગર), ચંદ્રકુમાર બલરામ જાટવ (ઉ.વ.32, રહે.પ્લોટ નં.564, જીઆઇડીસી ફેસ-2, દરેડ, જામનગર), રાજ ઉર્ફે રાજુ ગંગાદાસ જાટવ (ઉ.વ.34, રહે.રાજુ પટેલની ખોલી, જીઆઇડીસી ફેસ-3, જામનગર), સંજીવ મુન્નાલાલ જાટવ (રહે.હેમંતભાઇની ખોલી, મહાવીર સર્કલ, દરેડ, જામનગર), શિવકુમાર અમરસિંહ જાટવ (ઉ.વ.21, રહે.પ્લોટ નં.3371, જીઆઇડીસી ફેસ-3, દરેડ, જામનગર) નામના છ શખ્સોને રૂા.11,150 ની રોકડ સાથે ઝડપી પાડ્યા હતાં.
પોલીસે પકડાયેલા તમામ આરોપીઓ વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy