જામનગર તા.28
જામનગર જિલ્લામાં વધતી જતી ચોરીના બનાવો વચ્ચે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અજાણ્યા શખ્સોએ જોડીયા પંથકમાં પવનચક્કીની સાઈડને નિશાન બનાવી હતી. પવનચક્કીનું તાળું તોડી તેમાં રહેલા કિમતી કોપર વાયરની ચોરી કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે હાલ આ પ્રકારની પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
આ અંગેની જાણવા મળતી વિગતો અનુસાર જોડીયા તાલુકાના બાલંભા ગામ વિસ્તારમાં આવેલ પવનચક્કી નંબર જે ડી એ 28માં ચોરી થયાનું સામે આવ્યું છે. કોઈ અજાણ્યા શખ્સોએ પવનચક્કીને નિશાન બનાવી તેમાં રહેલા તાળાને તોડી અને પવનચક્કીમાંથી ઈલેક્ટ્રીક કોપર વાયરની ચોરી કરી હતી. અજાણ્યા શખ્સોએ 3,90,000 ની કિંમતના 650 મીટર વાયરની ચોરી કરી હતી.
આરોપીઓએ ઈલેક્ટ્રીક કોપર વાયર બોલેરો ગાડીમાં લઈ ગયાનું સામે આવ્યું છે. જે અંગેની પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ જોડીયા પોલીસ દ્વારા આરોપીઓને પકડી પાડવા સીસીટીવી તપાસવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.. આ પ્રકરણની જોડિયા પોલીસ મથકના પી.એસ.આઇ ઝાલા વધુ તપાસ ચલાવી રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy