સુપર કમફર્ટેબલ 2x1 પ્રીમિયમ ઈન્ટરસીટી કોચ અરબેનીયા બસ રાજકોટથી અમદાવાદ વચ્ચે દોડશે

Local | Rajkot | 28 June, 2024 | 03:11 PM
મુસાફરોને શહેરમાં પીકઅપ એન્ડ ડ્રોપની સુવિધા
સાંજ સમાચાર

રાજકોટ,તા.28
એર બસ એકપ્રેસ સર્વિસ દ્વારા ગત તા.24 જૂનના રોજ રાજકોટમાં સુપર કમફર્ટેબલ  2x1 પ્રિમીયમ ઈન્ટરસીટી કોચ અરબેનીયા શરૂ કરવામાં આવી છે. આ પ્રિમીયમ ઈન્ટરસીટી કોચ અરબેનીયા રાજકોટથી અમદાવાદ વચ્ચે દોડશે. આ સુપર કમફર્ટેબલ ઈન્ટરસીટી કોચની વિશેષતાની વાત કરવામાં આવે તો આ રાજકોટ-અમદાવાદ વચ્ચે દોડનાર અરબેનીયા મુસાફરોને પૂરતી સલામતી સગવડતાની સાથોસાથ શહેરમાં અંદર અઢળક પિકઅપ એન્ડ ડ્રોપ પોઈન્ટની પણ સગવડતા આપવામાં આવી છે. જેમાં રાજકોટમાં બિગબજાર રૈયા ટેલીફોન એકસ કાલાવડ રોડ કિશાનપરા ચોક મોટીટાંકી ચોક, લીમડા ચોક, હોસ્પિટલ ચોક, કુવાડવા રોડ રૂટ પર તેમજ અમદાવાદમાં સનાથળ બોપલ ઈસ્કોન સેટેલાઈટ શીવરંજની આંબાવાડી પાલડી રૂટ પર બસ ચાલશે. બસ સેવાની સાથોસાથ પાર્સલ સેવા પણ ઉપલબ્ધ છે. જેમાં અમદાવાદ માટે હાઈસ્પીડ પાર્સલ સર્વિસ સવારે 6 થી રાત્રે 12 વાગ્યા સુધીની રહેશે. તેમજ રેગ્યુલર પાર્સલ સેવા ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, કણાર્ટકની રહેશે.

સુપર કમફર્ટેબલ ઈન્ટરસીટી કોચ અરબેનીયા બસના બુકિંગ માટે મોટી ટાંકી ચોક મો.નં.90339 90339/99040 88022 અને લીમડા ચોક મો.નં.86908 69033/9904088022 પર સપંર્ક કરવાનો રહેશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj