જામનગર તા.28
જામનગર શહેર જિલ્લામાં વધી રહેલાં દારૂના દૂષણ વચ્ચે પોલીસે વધુ એક વખત રણજીનગર શાકમાર્કેટ વિસ્તારમાંથી દારૂની બોટલનો જથ્થો પકડી પાડયો છે. પોલીસે બે શખ્સોની અટકાયત કરી અને એકને ફરારી જાહેર કરી પકડાયેલા બે શખ્સો પાસેથી દારૂ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
સિટી સી ડિવિઝન પોલીસ મથકેથી દારૂના આ દરોડાની વિગત મુજબ શહેરના રણજીનગર શાકમાર્કેટ પાસે જાહેર રોડ પરથી હંસરાજ ઉર્ફે બાબુ નરશીભાઈ પરમાર (ઉ.વ.19, રહે.ગોકુલનગર, રડાર રોડ, સાયોનાવાળી શેરી, જામનગર) અને વિવેકભાઇ હરીશભાઇ રાઠોડ (ઉ.વ.18, રહે.કૃષ્ણનગર, શેરી નં.4, શિશુ મંદિર સ્કૂલની બાજુમાં જામનગર) નામના બે શખ્સો પોતાની સીએનજી ઓટો રીક્ષા રજીસ્ટર નંબર જીજે-01-એવાય-3272 માં ઇંગ્લીશ દારૂની 28 બોટલ દારૂ સાથે નિકળ્યાં હતાં.
જેથી પોલીસે તેની આંતરી લઇ પૂછપરછ હાથ ધરી હતી. આ બન્ને પૂછપરછમાં વિરલ ઉર્ફે વીડી વિજયભાઇ દુધરેજીયા (રહે.કુષ્ણનગર જામનગર) ની સંડોવણી ખુલતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ કાર્યવાહીમાં પીઆઈ જે.વી.ચૌઘરીના માર્ગદર્શન મુજબ પીએસઆઈ આર.ડી.ગોહીલ, પોલીસ હેડ કોન્ટેબલ નારણભાઇ બાબુભાઇ સદાદીયા તથા મયુરસિંહ મહેન્દ્રસિંહ જાડેજા તથા જયપાલસિંહ ઘનશ્યામસિંહ ડોડીયા તથા ધર્મેશભાઇ બટુકભાઇ મોરી દ્વારા કરવામાં આવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy