જસદણ વિધાનસભા વિસ્તારમાં 258 મતદાન મથકો ઉપર મતદાન

Lok Sabha Election 2024 | Jasdan | 07 May, 2024 | 12:36 PM
સાંજ સમાચાર

(ધર્મેશ કલ્યાણી દ્વારા)
જસદણ તા.7

 લોકસભાની ચૂંટણી માટે જસદણ વિધાનસભા વિસ્તારમાં કુલ 258 મતદાન મથક ઉપર મતદાન યોજાશે. 
જસદણ વિધાનસભા મત વિસ્તારમાં કુલ 1,36,808 પુરુષ મતદારો તથા 1,26,027 સ્ત્રી પર મતદારો મળીને કુલ 2,62,835 મતદારો નોંધાયેલા છે. કુલ 258 મતદાન મથક ઉપર મતદાન યોજાશે. જસદણનાં મદદનીશ ચૂંટણી અધિકારી ગ્રીષ્મા રાઠવાના માર્ગદર્શન હેઠળ ચૂંટણી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શહેરના કમળાપુર રોડ ઉપર મોડેલ સ્કૂલ ખાતે રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે.

જસદણ પોલીસ સ્ટેશન, આટકોટ પોલીસ સ્ટેશન, ભાડલા પોલીસ સ્ટેશન તથા વિછીયા પોલીસ સ્ટેશન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. લોકસભાની ચૂંટણી માટે રાજકોટ બેઠક હેઠળ જસદણ વિધાનસભા વિસ્તારમાં જસદણ તાલુકો, વિછીયા તાલુકો તથા ગોંડલ તાલુકાના તથા ચોટીલા તાલુકાના કેટલાક ગામડાઓનો સમાવેશ થાય છે. લોકસભાની ગત ચૂંટણીમાં વર્ષ 2019 માં જસદણ વિધાનસભા મત વિસ્તારમાં ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારીયા ને 63373 મત તથા કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ કગથરાને 60555 મત મળતા જસદણ વિધાનસભા વિસ્તારમાંથી ભાજપને 2818 મતની લીડ મળી હતી. જસદણ શહેરમાં ગત ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારીયા ને 12172 મત તથા કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ કગથરાને 5596 મત મળતા જસદણ શહેરમાંથી ભાજપને 6576 મતની લીડ મળી હતી. અત્યારની ચૂંટણીમાં બંને રાજકીય પક્ષોનાં કાર્યકરો છેલ્લા થોડાક દિવસોથી વધુ સક્રિય બન્યા છે .

જસદણ પંથકમાં આગામી સમયમાં નગરપાલિકાની ચૂંટણી આવવાની હોવાથી ભાજપના કેટલાક કાર્યકરો ચૂંટણીમાં ટિકિટ મળે તે માટે અત્યારની ચૂંટણીમાં સક્રિય બન્યા છે જ્યારે કેટલાક કાર્યકરો આગામી સમયમાં જસદણ વિસ્તારમાં ભાજપના સંગઠનમાં મહત્વના હોદ્દા મેળવવા માટે આ ચૂંટણીમાં સક્રિય બન્યા છે. જસદણ વિસ્તારમાં કેટલી લીડ મળશે અને કયા કાર્યકરે કેવું કામ કર્યું તે તો મતગણતરી બાદ જ સાચો ખ્યાલ આવશે. રાજકીય સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ મતગણતરી બાદ જસદણ વિસ્તારમાં મોટા રાજકીય કડાકા ભડાકા થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

કેટલાક કાર્યકરો ફક્ત મોટા નેતા આવે ત્યારે ખેસ પહેરીને તેમને મોઢું દેખાડીને તેમની પાસે સારા થવાનું જ કાર્ય કરે છે નેતા ગયા પછી પક્ષની કોઈ જ કામગીરી કરતા નથી તેની પણ ટોચ કક્ષાએથી ગંભીર નોંધ લેવામાં આવી રહી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj