કાલે અમરેલી લોકસભા બેઠકમાં 1841 મતદાન મથકો પર મતદાન

Lok Sabha Election 2024 | Amreli | 06 May, 2024 | 02:29 PM
સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ) 
અમરેલી, તા.6

આવતી કાલે અમરેલી લોકસભા બેઠક માટેની ચુંટણી યોજવા માટે થઈ ચૂંટણી તંત્ર દ્વારા માટે મતદાન અંગેની તમામ તૈયારીઓ પુર્ણ કરી દેવામાં આવેલ છે. આવતી કાલ 7 મી તારીખે મતદાન માટે ફરજમા રોકાનારા કર્મચારીઓને ગઈકાલે જ જુદી જુદી વિધાનસભા વિસ્તારમા પહોંચાડી દેવાયા હતા. જયાંથી આજે સવારે જે તે બુથ પર રવાના કરી દેવામા આવેલ છે.

આવતી કાલે યોજાનાર મતદાન માટે 6045 કર્મચારી માત્ર મતદાનની પ્રક્રિયામા ફરજ બજાવશે.

અમરેલી લોકસભા બેઠક માટે 1841 મતદાન મથકોમાં કુલ 17,31,040 મતદારો માટેના મતદાન માટે 3290 પુરૂષ કર્મચારી અને 2755 સ્ત્રી કર્મચારી મળી કુલ 6045 કર્મચારી મતદાન મથકો પર ફરજ બજાવશે. જયારે ગારીયાધાર અને મહુવા વિસ્તારના કર્મચારીઓ અલગ રહેશે. જેનુ સમગ્ર સંચાલન જે તે તાલુકામા થઇ રહ્યું છે. અમરેલી જિલ્લાના તમામ કર્મચારીઓને ગઈકાલે જ તેમને જે વિધાનસભા વિસ્તારમા બુથ પર ફરજ બજાવવાની છે.

તે વિસ્તારના મુખ્ય સેન્ટર પર પહોંચાડી દેવાયા હતા. તંત્ર દ્વારા જ આ કર્મચારીઓ માટે રહેવા જમવાની વ્યવસ્થા કરાઇ છે. આજ સવારથી જુદાજુદા 5 ડિસ્પેચીંગ સેન્ટર પરથી આ કર્મચારીઓને તેમના બુથ પર રવાના કરી દેવામા આવેલ છે. આ માટે તંત્ર દ્વારા ઝોનલ રૂટ બનાવવામા આવ્યા છે. અને એસ.ટી. બસ મારફત કર્મચારીઓને બુથ પર મોકલવાની કામગીરી શરૂ કરી દેવાય છે. મતદાનમાં રોકાયેલા આ કર્મચારીઓ આજે રાત્રી રોકાણ પણ બુથ પર કરશે. અને આવતીકાલ 7મી તારીખે સવારે 7ના ટકોરે મતદાનનો આરંભ કરાવશે. 

વહિવટી તંત્ર દ્વારા મતદાન મથક પર કર્મચારીઓને પહોંચાડવા અને પરત લાવવા માટે એસ.ટી.ની 154 બસનો ઉપયોગ કરવામા આવશે. આ માટે 136 મોટી બસો અને 18 મીની બસ ફાળવાય છે.

બુથ પર જનારા કર્મચારીઓને 200થી વધારે વસ્તુઓ પુરી પાડવામાં આવશે. જેમા ઇવીએમ, કંટ્રોલ યુનિટ, વીવીપેટ, મત કુટિર, બ્રેઇલ મતપત્રકો, મતદાર યાદીની નકલ, વિવિધ રજીસ્ટર અને પુસ્તિકાઓ, કવર, શ્યાહીની બોટલ, રબ્બર સ્ટેમ્પ, સ્ટેમ્પ પેડ, મીણબતી અને બાકસ, વિવિધ પ્રકારના સાઇન બોર્ડ, બોલપેન, કાગળ, ગુંદર, બ્લેડ, કાર્બન પેપર, દોરી વિગેરે વસ્તુઓ   
આપવામા આવશે.

લોકસભાની ચૂંટણીમાં મતદાન મથકો પર સિનીયર સીટીઝન અને દિવ્યાંગો માટે આવશ્યક સુવિધાઓ ઉભી કરવામાં આવશે. ઉપરાંત મતદારો માટે પીવાના પાણી, શરબત, મેડિકલ કિટ, સ્વયંસેવકો, છાંયા-શેડની વ્યવસ્થા કરવામાં આવશે. 7 મેના રોજ સવારે 7 થી સાંજે 6 કલાક સુધી મતદાન યોજાશે. મતદારોને મતદાનનો સુગમ અનુભવ મળે તે માટે તમામ મતદાન મથકો ખાતે જરૂરી આવશ્યક સુવિધાઓની વ્યવસ્થાઓ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj