વઢવાણ: 94 વર્ષીય મણીભાઈ પટેલ મતદાન કરી અન્ય લોકો માટે બન્યા ઉદાહરણરૂપ

Lok Sabha Election 2024 | Surendaranagar | 07 May, 2024 | 01:56 PM
9- સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારમાં 1114 વ્હિલચેર અને 2372 સ્વયંસેવકો આપી રહ્યા છે સેવા
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.7
લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત 09-સુરેન્દ્રનગર સંસદીય મત વિસ્તારમાં મતદાન પ્રક્રિયાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થઈ ચૂક્યો છે. આ મતદાન પ્રક્રિયામાં દરેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ’એવરી વોટ કાઉન્ટ્સ’ના ધ્યેય સાથે જિલ્લા ચૂંટણી તંત્ર કાર્ય કરી રહ્યું છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વૃધ્ધ મતદારો સહિત તમામ વર્ગના મતદારોની સુવિધા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આજે 94 વર્ષના મણીભાઈ મોહનભાઈ પટેલે એમ.પી.શાહ કોમર્સ કોલેજ ખાતે આવેલા મતદાન મથક પરથી મતદાન કરી પોતાની પવિત્ર ફરજ નિભાવી હતી.

94 વર્ષ અને 6 માસની ઉંમરે મણીભાઈ પટેલ મતદાન કરી અન્ય લોકો માટે ઉદાહરણરૂપ બન્યા હતા. આ પ્રસંગે મણીભાઈ પટેલે આનંદ સાથે જણાવ્યું હતું કે, ચૂંટણીમાં મતદાન કરવું એ આપણા સૌની સહિયારી ફરજ છે. દરેક લોકોને મતદાન કરી પોતાની ગમતી સરકાર ચુંટવાનો અધિકાર છે. મારા જેવા મોટી ઉંમરના લોકો મતદાન કરી શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા રેમ્પ તથા સહાયકોની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ ઉપરાંત વ્હિલચેરની પણ સગવડતા કરવામાં આવી છે. આ બધી સગવડો ના લીધે મોટી ઉંમરના લોકોમાં મતદાનની ટકાવારીનું પ્રમાણ વધશે એવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, 09-સુરેન્દ્રનગર સંસદીય મત વિસ્તારમાં 2136 બુથો પર 1114 વ્હિલચેર અને 2372 સ્વયંસેવકો આજે પોતાની પવિત્ર ફરજ બજાવી રહ્યા છે. દિવ્યાંગ અને વૃધ્ધ મતદારો મત આપવા લાઇનમાં ઉભા રહેવામાં મુશ્કેલી ન અનુભવે અને સરળતાથી મતદાન કરી શકે તે માટે મતદાન બુથ પર મતદાન માટે અગ્રતા, રેમ્પ તથા સહાયકોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj