રાજકોટ, તા.27
ગકિાલે રાજકોટમાં જોરદાર વરસાદ ખાબક્યો હતો. સામાન્ય રીતે વરસાદમાં અનેક જગ્યાએ નુકશાની સર્જાતી હોય છે ત્યારે એવી જ એક નુકશાની અમીન માર્ગ પાસે આવેલ નાલંદા પાર્ક શેરી નં. 4ના આનંદ એપાર્ટમેન્ટમાં સર્જાણી હતી. આનંદ એપાર્ટમેન્ટની પાછળની ભારે વરસાદને પગલે ધરાશાયી થઇ હતી જેમાં 3 વાહનોને નુકશાની થઇ હતી.
અમીન માર્ગ પાસે આવેલ નાલંદા પાર્કના આનંદ એપાર્ટમેન્ટમાં દિવાલ ધરાશાયી થતાં દિવાલ પાસે પાર્ક કરવામાં આવેલ વાહનો દબાઇ ગયા હતા જેને કારણે વાહનોને મોટું નુકશાન થયું હતું. આ દિવાલ પાસે ત્રણ વાહનો પાર્ક કરવામાં આવ્યા હતા. એક એક્ટીવા અને હોન્ડાને વધુ નુકશાન થયું છે. ગાડીના આગળનો ભાગ તૂટી ગયો હોવાથી વિદ્યાર્થીઓને મોટી નુકશાની થઇ હતી.
નાલંદા પાર્ક પાસે કેટલાક ટ્યુશન ક્લાસીસ ચાલે છે. આથી અનેક વિદ્યાર્થીઓ આનંદ એપાર્ટમેન્ટ પાસે વાહન પાર્ક કરી જાય છે ત્યારે ગઇકાલે પણ વિદ્યાર્થીઓએ વાહન પાર્ક કર્યા હતા. આ વિદ્યાર્થીઓના વાહન દિવાલ નીચે દબાઇ જતા વાહનનો ભાગ ડેમેજ થઇ ગયો હતો. ગઇકાલે બપોરે 3 થી 4 વાગ્યાની આસપાસ ઘટના બની હતી.
આ ઘટનાને પગલે વાહન પાર્ક કરનાર અને આનંદ એપાર્ટમેન્ટના રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. વાહન રાખનાર વિદ્યાર્થીએ જણાવ્યું કે, દિવાલ પડતા ગાડીને મોટું નુકશાન થયું છે. અંદાજે રૂા.5000નો ખર્ચ ભોગવવો પડશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy