વોટસએપ ચેટ્સને નવા ફોનમાં ટ્રાન્સફર કરવા માંગો છો ?

Technology | 26 June, 2024 | 05:12 PM
સાંજ સમાચાર

નવો સ્માર્ટફોન ખરીદ્યા પછી ડેટા ટ્રાન્સફરના મોરચે સંઘર્ષ કરવાનું કોને ગમે છે ? જો તમે પણ નવો સ્માર્ટફોન  ખરીદ્યો હોય પણ સમજાતું નથી કે જુના ફોનમાં વોટસએપ ચેટસને નવા ફોનમાં કેવી રીતે ટ્રાન્સફર કરવી ? તો આજે અમે તમને એક ખુબ જ સરળ રીત જણાવવા જઇ રહ્યા છીએ.

સૌપ્રથમ તમારે તમારા નવા સ્માર્ટફોનમાં વોટસએપ ઇન્સ્ટોલ કરવું પડશે. આ પછી તમે એપ્લિકેશન ખોલતા જ તમને સ્ક્રીનની ઉપર જમણી બાજુએ ત્રણ ડોટસ દેખાશે.

♦  તમારે ત્રણ ડોટસ પર કલીક કરશો તમને લિંક એ ડિવાઇસ વિકલ્પ દેખાશે.

♦ તમારે આ વિકલ્પ લિંક કરેલ ડિવાઇસ પર કલીક કરવું પડશે જેમકે વિકલ્પ પર કલીક કરતાની સાથે જ તમને કયુઆર કોડ દેખાશે.

♦ આ પછી તમારે તમારા જુના સ્માર્ટફોનમાં વોટસએપ ખોલવું પડશે.

♦ વોટસએપ ખોલ્યા પછી, ઉપર જમણી બાજુએ દેખાતા ત્રણ ડોટસ પર કલીક કરવાનું છે.

♦ ત્રણ ડોટસ પર કલીક કર્યા પછી તમે લિંક ડિવાઇસના ઓપ્શન પર જશો.

♦ આ વિકલ્પ પર કલીક કરતાની સાથે જ તમારા જુના ફોનનો કેમેરો ખુલી જશે.

♦ કેમેરા ખોલ્યા પછી, નવા ફોન પર દેખાતો કયુઆર કોડ સ્કેન કરો.

♦  કોડ સ્કેન થતા જ તમારૂ કામ થઇ જશે અને તમને નવા ફોનમાં જુના ફોનની તમામ ચેટ્સ દેખાવા લાગશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj