ઇન્સ્ટાગ્રામ એ ઘણા લોકો માટે આવકનો સ્ત્રોત છે અને કેટલાક માટે માત્ર ટાઇમપાસ છે. પરંતુ જે લોકો ઇન્સ્ટાગ્રામથી કમાણી કરવા માંગે છે તેઓ અહીં તહીં લાઇક વ્યુહ વધારવાની રીતો શોધતા રહે છે. જેના કારણે તમે તમારા એકાઉન્ટની મૌલિકતા ગુમાવો છો.
આ પ્લેટફોર્મ પર જાહેરાતો મુકવા માટે, તમારૂ એકાઉન્ટ પ્રોફેશ્નલ હોવું આવશ્યક છે. આ માટે તમારે ફકત સેટીંગ્સમાં જઇને તમારા એકાઉન્ટ ટાઇપ બદલવો પડશે. આ પછી તમને ઘણા ફાયદા મળવા લાગશે. એકાઉન્ટનો પ્રકાર બદલ્યા પછી તમે તમારી કોઇપણ પોસ્ટ પર જાહેરાતો મૂકી શકો છો.
એટલું જ નહીં જેના દ્વારા તમે તમારા બિઝનેસને ઇન્સ્ટાગ્રામ પર પ્રમોટ કરી શકશો. આમાં તમને ઇન્સ્ટાગ્રામ એડ, ઇન્સ્ટાગ્રામ પોસ્ટ બુસ્ટ, ઇન્સ્ટાગ્રામ એડ કેમ્પેઇન, ઇન્સ્ટાગ્રામ પ્લેસમેન્ટ જેવા ટુલ્સને સક્ષમ કરવાની તક મળશે. પ્રોફેશનલ એકાઉન્ટમાં કન્વર્ટ થયા પછી, તમે ઇન્સ્ટાગ્રામ પર જાહેરાતો બનાવી શકો છો. તમે ફેસબુક પર પણ આનો લાભ લઇ શકો છો.
જાહેરાત મુકવા માટે આ પગલા અનુસરો
ઇન્સ્ટાગ્રામ પર જાહેરાતો મુકયા પછી તમે યોગ્ય ટાર્ગેટીંગ અને ઉપયોગી ટીપ્સની મદદથી સરળતાથી તમારા વ્યવસાયની જાહેરાત કરી શકો છો. આની મદદથી તમે તમારા દર્શકો સુધી સરળતાથી પહોંચી શકો છો. આ માટે તમે તમારી પોસ્ટને બુસ્ટ પણ કરી શકો છો. આનાથી તમારો ફોટો વિડીયો વધુ લોકો સુધી પહોંચશે અને વધુ લોકો તેની સાથે વાતચીત કરી શકશે.
આ માટે સૌથી પહેલા તમારે નકકી કરવું પડશે કે તમે નવા લોકોને કેવી રીતે પ્રોત્સાહિત કરી શકો. આ પછી, એડજસ્ટર્સ ટાર્ગેટીંગ વિકલ્પો દ્વારા તેમના સુધી પહોંચી શકે છે. આ કર્યા પછી, હવે બજેટ કેવી રીતે સેટ કરવું તેનો વારો આવે છે.
તમે ઇન્સ્ટાગ્રામ પર જાહેરાતોનું બજેટ જાતે સેટ કરી શકો છો. આ માટે તમે તમારા વ્યવસાયના લક્ષ્યોને અનુરૂપ બજેટ સેટ કરી શકો છો અને તમે તેને કોઇપણ સમયે અપડેટ કરી શકો છો. જેના દ્વારા તમે તમારી જાહેરાતના પરફોમન્સને ટ્રેક કરી શકો છો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy